Connect Gujarat
ગુજરાત

રાજકોટ : 121વર્ષ જુની ગરૂડની ગરબીમાં દીકરીઓ લે છે તલવાર અને મશાલ રાસ

રાજકોટ : 121વર્ષ જુની ગરૂડની ગરબીમાં દીકરીઓ લે છે તલવાર અને મશાલ રાસ
X

બદલાતા સમય સાથે નવરાત્રીના ઉજવણીમાં ઘણા બદલાવો આવ્યા

રાજકોટના રામનાથપરામાં દરબારગઢ પાસે આઝાદી પહેલાં સ્થપાયેલી ગરુડની ગરબી આજે પણ જીવંત છે. લાખાજીરાજ બાપુના હસ્તે આ ગરબી શરૂ કરાઈ હતી. એ સમયે દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે. તેવી માન્યતાના આધારે લાકડાનું ગરુડ બનાવાયું હતું. ત્યારે આજે પણ એ જ પ્રકારે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે.

શક્તિની ભક્તીનો મહાપર્વ એટલેકે નવરાત્રી. આ પાવન પર્વની ગુજરાત સહિત દેશભરમાં અનોખા હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. વર્ષો પહેલા શહેરો અને ગામડાઓમાં મા ના ગરબાઓ ગવાતા અને બાળાઓ પરંપરાગત રાસો લઈને નવરાત્રીના પર્વની ઉજવણી કરતી. બદલાતા સમય સાથે નવરાત્રીના ઉજવણીમાં ઘણા બદલાવો આવ્યા. પ્રાચીન રાસોનુ સ્થાન અર્વાચીન રાસે લીધુ. હાલ શહેરોમાં ઠેર ઠેર વિવિધ પાર્ટી પ્લોટ્સમાં નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યા છે. હાલની આધુનિક સાઉન્ડ સિસ્ટમ તેમજ અવનવી લાઈટો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટની ગરુડની ગરબીમાં બાળાઓ વિવિધ પ્રાચીન રાસો રજુ કરી ભારતની ભવ્ય સંસ્કૃતિની લોકોને ઝાંખી કરાવે છે. એમાં પણ વાત જો કરવામાં આવે મસાલ રાસની તો મસાલ રાસનું નામ સાભળતા જ લોકોમાં અનોખો ઉત્સાહ જાગે છે. આ રાસ જોતા જ સૌ કોઈને લાગે કે મા દુર્ગા બાળાઓનું સ્વરૂપ ધારણ કરી રમવા આવે. બાળાઓનો આ મસાલથી ગરબે રમે છે... પહેલા તલવાર સહિતના હથિયારોથી બાળાઓ ગરબે રમે છે અને બાદમાં હથિયાર મુકી મસાલ લઈને ગરબે ઝુમે છે. મસાલ રાસ દ્વારા બાળાઓ ભારતની નારી શક્તિની ઝાંખી કરવા છે.... આ રાસ જો તા જ ભારતની મહાન નારીઓની સુરવીરતાનું ચીત્ર નજર સમક્ષ ખડુ થઈ જાય છે...આ રાસની ટ્રેનીંગ માટે બાળાઓ નવરાત્રી પહેલા જ દોઢ મહિના જેટલો સમય પ્રેક્ટિસ કરે છે

Next Story