Connect Gujarat
ગુજરાત

રાજકોટ: કાર્યક્રમની પરવાનગી વગર સભા યોજવા બદલ હાર્દિક પટેલ કોર્ટમાં રહ્યો હાજર

રાજકોટ: કાર્યક્રમની પરવાનગી વગર સભા યોજવા બદલ હાર્દિક પટેલ કોર્ટમાં રહ્યો હાજર
X

2017ની વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં મંજૂરી વગર સભા

કરનાર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની મુદ્દત આજે પડતાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થયો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે 2017ની સાલમા હાર્દિક પટેલે મહાક્રાંતિ સભાનુ આયોજન કર્યુ હતુ. જે સભાને મંજુરી નહોતી મળી તેમ છતા હાર્દિક પટેલ દ્વારા સભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે મામલે હાર્દિક પટેલ વિરુધ્ધ પરવાનગી વગર સભા યોજવાનો ગુનો દાખલ કરવામા આવ્યો હતો. આ કેસ બાબતે હાર્દિક પટેલ રાજકોટ કોર્ટમાં મુદ્દત પર હાજર રહ્યા હતા. 2018માં આ મામલે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. કેસ મામલે હાર્દિક પટેલને ફરી તારીખ પડી છે. કોર્ટે આગામી 13 જાન્યુઆરીએ હાર્દિકને હાજર રહેવા આદેશ આપ્યો છે. હાદિર્ક પટેલ સવારે 11 વાગ્યે રાજકોટ અદાલતમાં હાજર થતા કોર્ટ પરિસર તેમજ આસપાસમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલની હાજરીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

Next Story