રાજકોટ: હનીટ્રેપના કિસ્સામાં માતા–પુત્રી સહિત ત્રણ મહિલાની ધરપકડ

163

પૂર્વ સરપંચ પાસેથી રૂપિયા 1 લાખની ખંડણી માંગી હતી.

રાજકોટ શહેરમાં દિવસે દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ વખતે પોલીસે પૂર્વ સરપંચ પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગવાના કિસ્સામાં માતા પુત્રી સહિત ત્રણ મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસર પ્રદ્યુમન નગર પોલીસ સસ્ટેશનમાં હંસરાજ પટેલના નામના પૂર્વ સરપંચે ફરિયાદ નોંધાવી હતી કે, તેની પાસેથી ત્રણ મહિલાઓએ એક લાખ રૂપિયાની ખંડણી માંગી છે. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરતા ત્રણ મહિલા આરોપીને ઝડપી પાડી હતી. આરોપીમાં મહિલા પુજા ભટ્ટી, ચાર્મીબા ડોડિયા અને ક્રિષ્નાબા ડોડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ આરોપ લગાયા અનુસાર મહિલાઓ લાલચ આપી પૈસા પડાવતી હતી. પોલીસે ત્રણેય મહિલાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY