રાજકોટ : બીજી વન ડે મેચ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું આગમન, જુઓ કઇ ટીમ કઇ હોટલમાં રોકાઈ ?

0

૧૭ મી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનારી વન ડે મેચ પહેલાં બંને ટીમોનું રાજકોટમાં આગમન થઇ ચુકયું છે. ભારતની ટીમ હોટલ સયાજીમાં જયારે ઓસ્ટ્રેલિયાની ટીમ હોટેલ ઇમ્પીરીયલ પેલેસમાં રોકાઈ.

ટીમ ઈંડિયા માટે હોટેલ સયાજીમાં રાજસ્થાની પ્રકારની હેરિટેજ થીમથી તમામ રૂમને શણગારવામાં આવ્યા છે. રાજકોટમાં રહીને પણ ટીમ ઇન્ડિયા રાજસ્થાનમાં રોકાણ કર્યા હોવાનું અનુભવ કરી શકશે. ભારતીય ખેલાડીઓને બ્લુટુથ સ્પીકર, લાઈવ મ્યુઝિક સહિતની સુવિધાઓ આપવામાં આવશે. તમામ ખેલાડીઓને હોટેલના ફ્રન્ટ વ્યુના રૂમ આપવામાં આવ્યા છે. હોટેલ સયાજીમાં કુલ 76 રૂમ છે જે તમામ બુક કરી લેવામાં આવ્યા છે. ટીમ માટે જીમ, સ્વિમિંગ પુલ, જાકુઝીની સગવડ પણ કરવામાં આવી છે. કોહલી અને રવિ શાસ્ત્રીને સ્યુટરૂમ તો અન્ય ખેલાડીઓને પ્રિમીયમ રૂમ આપવામાં આવ્યા છે કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને સયાજી હોટલમાં 8મો માળ ફાળવવામાં આવ્યો છે. ટીમ ઈંડિયાના તમામ ખેલાડીઓ ના ડાઇટ પ્લાન ને પણ હોટલ સ્ટાફ દ્વારા ફોલો કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની ટીમ હોટેલ ઇમ્પીરીયલ પેલેસમાં રોકાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here