Connect Gujarat
Featured

રાજકોટ: જેતપુરના ખેડૂતે મરચાની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન, જુઓ કેટલી થઈ કમાણી

રાજકોટ: જેતપુરના ખેડૂતે મરચાની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન, જુઓ કેટલી થઈ કમાણી
X

જેતપુર તાલુકાના પેઢલા ગામે રહેતાં ખેડૂતે પહેલી વાર મરચાની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે. મરચાના આ વર્ષે ભાવ વધુ મળતા ખેડૂતને સારી આવક થઈ છે.

મરચા તીખા હોય, ખાઈએ તો જીભ લાલચોળ થઈ જાય, બીજી વાનગીઓ સાથે ખાવામા વધું મજા આવે પણ જ્યારે ખેતી કરવાની વાત આવે ત્યારે અમુક ખેડૂત જ મરચાની ખેતી કરતા હોય છે અને સફળ થતાં હોય છે એવું જ એક સફળતાનું સરનામું બન્યાં છે. પેઢલા ગામના એક ખેડૂત કે જેમણે પોતાના 14 વિધાના ખેતરમા મરચાની ખેતી કરી છે, અને હજુ પાક ઉભો છે ત્યાં જ તેમણે 1 લાખ ઉપરની આવક મેળવી લીધી છે.

દિલીપભાઈએ રોપણી સમયે રોપા વાવ્યા હતાં જેનાં આજ 6-7 મહિના સુધી સમયસર માવજત કર્યા બાદ હવે તેમણે 1 વિધાએ 25-30 મણ જેટલું ઉત્પાદન થશે તેવું ખેડૂત અનુમાન લગાવી રહ્યાં છે જો કે ચાલુ વર્ષ દરમિયાન ખૂબ ઓછાં ખેડુતો મરચા ની ખેતી કરવામાં સફળ થયાં છે જેથી મરચા નો ભાવ પણ 1 મણના 3000ની આસપાસ છે જેથી મરચાની ખેતી કરનાર ખેડૂતને તીખા મરચાની મીઠી આવક થશે એવું કહી સકાય.

Next Story