Connect Gujarat
Featured

રાજકોટ : જેતપુરના જેતલસર ગામે 105 વર્ષના મતદારે આપ્યો મત, જુઓ મતદાન પછી શું કહયું

રાજકોટ : જેતપુરના જેતલસર ગામે 105 વર્ષના મતદારે આપ્યો મત, જુઓ મતદાન પછી શું કહયું
X

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ભારે જોમ અને જુસ્સો બતાવ્યો હતો. જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે 105 વર્ષના શતાયુ મતદાર મહિલાએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

ગુજરાતમાં રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બીજા ચરણનું મતદાન થયું હતું. કોરોનાની મહામારી વચ્ચે મતદાનની ટકાવારી વધારવા માટે રાજકીય પાર્ટીઓ અને ચૂંટણીતંત્રએ જનજાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતાં. ખાસ કરીને શતાયુ મતદારો મતદાન કરે તે માટે વિશેષ અપીલ પણ કરાય હતી. જે લોકો મતદાન નથી કરતાં તેમને લોકશાહીનું મુલ્ય સમજાય તે માટે શતાયુ મતદારો પ્રેરણારૂપ બની શકે છે. જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે રહેતાં મોંઘીબા નાથાભાઈ જેઠવાએ 105 વર્ષ ની ઉંમરે મતદાન કર્યું છે . તેમણે તેમનાં પૌત્ર સાથે સરકારી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. તેમના પૌત્રએ જણાવ્યું કે મારા દાદી 105 વર્ષ ની ઉંમરે મતદાન કરતા હોય તો આપણે સૌએ પણ મતદાન અવશ્ય કરવું જોઇએ.

Next Story