Connect Gujarat
Featured

રાજકોટ: જેતપુરમાં ફોફળ 1 અને 2 જૂથ પાણી સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું,વાંચો કેટલા ગામોને મળશે પીવાનું શુદ્ધ પાણી

રાજકોટ: જેતપુરમાં ફોફળ 1 અને 2 જૂથ પાણી સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું,વાંચો કેટલા ગામોને મળશે પીવાનું શુદ્ધ પાણી
X

જેતપુરમાં ધારાસભ્ય અને મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ૨૫ જેટલા લાભાર્થી ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની ફોફળ 1 અને 2 જૂથ સુધારણા યોજનાનો શુભારંભ કરાયો હતો. જામમંડોરણા તાલુકાને પીવાનું પાણી પુરૂ પાડતી ફોફળ 1 અને 2 જૂથ યોજના કાર્યરત હતી. પરંતુ છેવાડાના 25 ગામોને પીવાનું શુદ્ધ પાણી પુરતી માત્રામાં મળી શકતું ન હતું.

આ જુથ સુધારણા યોજના અન્વયે રાજ્યસરકાર અને પાણી પુરવઠા નિભાગ દ્વારા છેવાડાના 25 ગામોને પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડવા ફોફળડેમમાં ઈંન્ટેક વેલ બનાવીને “નલ સે જલ”કાર્યક્રમ હેઠળ ૨૫ જેટલા લાભાર્થી ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના બનાવવામાં આવી છે.

વર્તમાન સમયમાં ઉપલબ્ધ પાઈપલાઈન નેટવર્કની ક્ષમતા 70 એલ.પી.સી.ડી.ની છે. જેના કારણે પીવાનું શુદ્ધ પાણી પુરતી માત્રામાં મળી શકતું ન હતું. ઉપરાંત,હાલ ફોફળ ડેમની કેનાલમાંથી રો વોટર લેવામાં આવતુ હોય તેમજ ડેમમાં જયારે પાણીનું લેવલ ઓછું હોય ત્યારે ફ્લોટિંગ મશીનરી બેસાડીને પંપ કરવું મુશ્કેલી ભર્યું હતું પરંતુ આ જુથ સુધારણા યેાજના અન્વયે ફોફળ1 અને 2 જૂથ સુધારણા યોજનાની નવી ડિઝાઇન મુજબ 100 એલ.પી.સી.ડી.ની ગણતરી કરીને તે મુજબની નવી પાઇપ લાઇન તેમજ ફોફળડેમમાં ઈંન્ટેક વેલ બનાવીને નલ સે જલ કાર્યક્રમ હેઠળ ૨૫ જેટલા લાભાર્થી ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના બનાવવામાં આવી છે.

Next Story