રાજકોટ: જેતપુરમાં ૧૧ વર્ષની કિશોરીએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત

102

પરિવારજનો એ ફોરેન્સિક પીએમની કરી માંગ

રાજકોટ જીલ્લાના જેતપુર શહેરના નવાગઢ મોણપર વાસ વિસ્તારમાં રહેતી એક ૧૧વર્ષની કિશોરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટ શહેરના નવાગઢ મોણપર વાસ વિસ્તારમાં રહેતી હીના દિલીપભાઈ રાઠોડ ઉ.વ.૧૧ નામની કિશોરીએ આજે સાંજના સાતેક વાગ્યાના સુમારે પોતાની ઘરે કોઈ ન હોય ત્યારે છ ફૂટ ઉંચી કાંધીના ખીલા સાથે પોતાની ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

વધુ જાણવા મળતી વિગત મુજબ કિશોરી નવાગઢમા જ આવેલ ખાનગી શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એટલે આટલી નાની ઉંમરની કિશોરી પર એવું તો શું દુઃખ આવી પડ્યું કે તેણીને આપઘાત કરવા સુધીના પગલાં ભરવા પડ્યા મૃતક કિશોરીની માતા તે જ વિસ્તારમાં રહેતી પોતાની કૌટુંબીક બહેનની ખબર કાઢવા જતા આ કિશોરી ઘરે એકલી હોય તેણીએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ લીધો.

મૃતકના પિતા ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા હોય અને તેના આ બીજા લગ્ન હોય જેમા તેણી આંગળીયાત આવેલ હતી. આપઘાતનો બનાવ શંકાસ્પદ જણાતા મૃતકના વાલીએ પોલીસ સમક્ષ પેનલ પીએમની માંગ કરતા પોલીસે પેનલ પીએમ કરાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY