Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ જેતપુરના 58 વર્ષીય આધેડને સ્વાઈન ફલૂ પોઝિટિવ, સારવાર હેઠળ

રાજકોટઃ જેતપુરના 58 વર્ષીય આધેડને સ્વાઈન ફલૂ પોઝિટિવ, સારવાર હેઠળ
X

જેતપુરના 58 વર્ષીય આધેડનો રીપોર્ટ સ્વાઈન ફલૂ પોઝિટિવ આવતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં સ્વાઈન ફલૂનો રોગ લોકોનો પીછો છોડતો નથી તેમ દેખાઈ રહ્યું છે. થોડા દિવસે થોડા દિવસે રાજકોટ શહેરમાં સ્વાઈન ફલૂ પોઝિટિવના દર્દી જોવા મળી રહ્યા છે. આજે રાજકોટના જેતપુર ખાતે 58 વર્ષીય આધેડને સ્વાઈન ફલૂનો પોઝિટિવ કેસ જોવા મળ્યો હતો. આધેડને જેતપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. સ્વાઈન ફલૂના રોગને લઈ ખાનગી હોસ્પિટલોમાં ચાર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Next Story