Connect Gujarat
Featured

રાજકોટ : જયોતિ સીએનસી કંપનીએ 10 દિવસમાં તૈયાર કર્યું દેશી વેન્ટીલેટર

રાજકોટ : જયોતિ સીએનસી કંપનીએ 10 દિવસમાં તૈયાર કર્યું દેશી વેન્ટીલેટર
X

કોરોના વાયરસની મહામરી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે આ કપરા સમયમાં રાજકોટના ઉદ્યોગપતિએ સ્વદેશી વેન્ટીલેટરની શોધ કરી છે. જયોતિ સીએનસી કંપનીએ કોરોના વાયરસના દર્દીઓ માટે ઉપયોગી એવું વેન્ટીલેટર શોધી કાઢયું છે.

રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા GIDCમાં જ્યોતિ CNC નામની કંપનીએ દેશી વેન્ટીલેટર તૈયાર કર્યું છે. આ કંપનીના ડિરેકટર છે પરાક્રમસિંહ જાડેજા.. પરાક્રમસિંહ જાડેજા આમ તો માત્ર 12 ધોરણ અભ્યાસ કર્યો છે અને બાદમાં 1987માં તેમના પિતરાઇ ભાઈ સાથે મળી નાની એવી દુકાનમાં કંપની શરૂ કરી હતી અને તેમાં તેઓ સાયકલ પર જઇ કામ માટે ઓર્ડર મેળવતા હતા.. પરંતુ આજે તેઓ અલગ અલગ યુનિટના વાર્ષિક 700 કરોડ થી વધુ નું ટર્ન ઓવર ધરાવી રહ્યા છે. એપ્રોન લેવાના પૈસા ન હતા તો એ સમયે ત્યાંથી જ પોતે એપ્રોન બનાવવા સંકલ્પ કર્યો અને પાંચ ગિયર એપ્રોન બનાવવામાં સફળતા મળ્યા બાદ મશીન ટુલ્સમાં પ્રવેશ કર્યો આજના સમયમાં ફેરારી , ઓડી , BMW , મરસીડીઝ જેવી લગઝરીયર્સ કારમાં પાર્ટ્સ બનાવવામાં જ્યોતિ CNC મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે..

કોરોના વાયરસ જેવી મહામરી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. અને આ સમયે વેન્ટિલેટર એ અગત્ય નો ભાગ છે જેની અછત હોવાનું માલુમ થતા જ્યોતિ CNC ના ડિરેકટરએ સ્વદેશી વેન્ટિલેટર બનાવવા નિર્ણય કર્યો હતો અને તેની ટિમ સાથે વાત કરી વેન્ટિલેટર બનાવવાની ખાતરી દાખવી હતી જેમાં 12 દિવસ ની મહેનત બાદ આખરે તેઓને સફળતા મળી જતા તેઓ આજે વિશ્વમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.. પ્રથમ સ્વદેશી વેન્ટિલેટર સફળ થતા સાથે જ આગામી 10 દિવસમાં વધુ 1000 વેન્ટિલેટર બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ વેન્ટીલેટર માં નાના મોટા મળી 200 થી 250 જેટલા પાર્ટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે જે તમામ સ્વદેશી પાર્ટ્સ નો ઉપયોગ કરી પ્રધાનમંત્રી ના મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ ને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ માનવીના શરીરમાં ગયા બાદ શ્વસન તંત્ર ઉપર તેની મહત્તમ અસર થાય છે અને માનવીને શ્વાસ લેવામાં તકલીફ થતાં આખરે તે દમ તોડી દેતો હોય છે. આથી કોરોના વાયરસના દર્દીને વેન્ટીલેટર પર રાખવો ખુબ જરૂરી છે.

Next Story