Top
Connect Gujarat

રાજકોટ : કાગદડી ગામે ગરમીથી મતદારોને રાહત આપવા ફેવરીટો કંપનીનો અનોખો પ્રયાસ

રાજકોટ : કાગદડી ગામે ગરમીથી મતદારોને રાહત આપવા ફેવરીટો કંપનીનો અનોખો પ્રયાસ
X

રાજકોટમાં રવિવારના રોજ કાળઝાળ ગરમી વચ્ચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન થયું હતું. મતદારોને ગરમીથી રાહત મળે તે માટે ફેવરીટો કંપની તરફથી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કંપનીએ કાગદડી ગામે મતદાન કરવા આવેલાં મતદારોને વિનામુલ્યે કોલ્ડડ્રીંકસનું વિતરણ કરી સેવાકાર્યની સુવાસ ફેલાવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક જ્યારે કે 11 તાલુકાની 202 બેઠક પૈકી 197 બેઠક માટે રવિવારના રોજ મતદાનની પ્રક્રિયા યોજાઇ હતી.રાજકોટના કાગદડી ખાતે પણ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. કાગદડીના મતદારોએ રાજકોટ જિલ્લા પંચાયતની કુવાડવા સીટ જ્યારે કે ટંકારાના કોઠારિયાની તાલુકા કક્ષાની બેઠક માટે પોતાનો કીમતી અને પવિત્ર મત આપ્યો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે ગરમીમાં પણ લોકો મોટા પ્રમાણમાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી.

મતદારોનો ઉત્સાહ વધારવા માટે ફેવરીટો કંપની તરફથી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફેવરીટો કંપનીએ મતદાન કરવા આવેલાં મતદારોને ગરમીથી રાહત મળે તે માટે વિનામુલ્યે કોલ્ડડ્રીંકસનું વિતરણ કરાયું હતું. ફેવરીટો કંપની દ્વારા તમામ મતદાતાઓ તેમજ ચૂંટણીની ફરજ પર હાજર રહેલા ચૂંટણી અધિકારીઓ તેમજ પોલીસ જવાનો, હોમ ગાર્ડના જવાનોને કોલ્ડ્રિંકસ આપવામાં આવ્યું હતું. ફેવરીટો કંપનીના પ્રયાસને મતદારો તથા તંત્રએ બિરદાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ફેવરીટો કંપની દ્વારા ઉચ્ચ ગુણવત્તાસભર કોલ્ડડ્રીંકસનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેની ગુણવત્તાને પણ લોકોએ વખાણી હતી. કંપનીના પ્રયાસોના ફળસ્વરૂપ કાગદડી ગામે મતદાનની ટકાવારી 72 ટકા જેટલી રહી હતી.

Next Story
Share it