Connect Gujarat
ગુજરાત

જાણો રાજકોટ ઉપલેટાની ક્રિષ્ના સ્કુલમાથી મળી આવેલ બોમ્બની કઈ રીતની હતી બનાવટ

જાણો રાજકોટ ઉપલેટાની ક્રિષ્ના સ્કુલમાથી મળી આવેલ બોમ્બની કઈ રીતની હતી બનાવટ
X

બોમ્બમાં ટાઇમર નહોતું પરંતુ એક ખાસ સ્વીચ રાખવામા આવી હતી

રાજકોટ શહેર અને જિલ્લો ગુનાખોરીની બાબતમા મોખરાનુ સ્થાન ધરાવતુ થઈ ચુક્યુ છે. ત્યારે ઉપલેટા પોરબંદર રોડ પર આવેલ ક્રિષ્ના સ્કુલમા જીવતો બોમ્બ મળી આવ્યો હતો. ત્યારે બોમ્બ મળ્યાની પોલિસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે બોમ્બ ડિઝપોઝલ સ્કવોડ પહોંચી જઈ બોમ્બને ડિફયુઝ કર્યો હતો. ત્યારે પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉપલેટા પોરબંદર હાઇવે ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલમાં કુરીયર મારફત બોમ્બ મોકલવામા આવ્યો હતો. જે ઘટનાથી સ્કુલમા કામ કરતા કર્મીઓ પણ અજાણ હતા.ગત શનિવારે સ્કુલ સંચાલકના નામથી કુરીયર મોકલવામા આવ્યુ હતુ. જે પાર્સલ ગત મોડી સાંજે ખોલતા શંકાસ્પદ વસ્તુ જણાઈ આવી હતી. જે બાદ સ્થાનિક પોલિસને જાણ કરાતા એસીપી કક્ષાના અધિકારી પહોંચી ગયા હતા. જે બાદ બોમ્બ જણાતા રાજકોટ એસપી બલરામ મિણા અને બિડીએસની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ બોમ્બને અવાવરૂ સ્થળે લઈ જઈ તેને ડિફયુઝ કરવામા આવ્યો હતો.

ભૂતપુર્વ વિદ્યાર્થીના નામથી એક પાર્સલ સ્કૂલ સંચાલક કમ પ્રિન્સીપાલને મોકલવામા આવ્યુ હતું. પરંતુ પોલીસે તપાસ કરતાં જે નામથી પાર્સલ આવ્યું છે તે નામનો કોઇ ભૂતપૂર્વ છાત્ર નથી. પોલિસ સુત્રોનુ માનિયે તો અંગત અદાવતમા કોઈએ આ પ્રકારનો બોમ્બ બનાવ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

બિડીએસની ટીમે જણાવ્યુ હતુ કે બોમ્બની બનાવટમા ૮ જીલેટીન સ્ટીક, ૯ ડિટોનેટર અને અર્થીંગ માટે ફીટ કરાયેલી બેટરી સહિતના પદાર્થો વાપરવામા આવ્યા હતા. બોમ્બમાં ટાઇમર નહોતું પરંતુ એક ખાસ સ્વીચ રાખવામા આવી હતી. જેથી જો તે સ્વિચ દબાવવામા આવે તો તે બ્લાસ્ટ થઈ જાય તે પ્રકારની ગોઠવણી કરવામા આવી હતી.

Next Story