રાજકોટ: મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા, 18 વોર્ડ માટે 780થી વધુ દાવેદારો

0
National Safety Day 2021

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં 780થી વધુ લોકોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા.

ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી માટે કોંગ્રેસ પક્ષ 280 જેટલા ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવી હતી. ત્યારે આજરોજ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયમાં આવનારી રાજકોટ મનપાની ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓની સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે રાજકોટ શહેરમાં 10 વાગ્યા થી જુદી જુદી ચાર જગ્યાએ ત્રણ ત્રણ નિરીક્ષકો ની ટીમ બનાવી સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

સાંજ સુધીમાં ભાજપના 780થી પણ વધુ કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવી હતી તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ નિતીન ભારદ્રાજ, ડો.જયમીન ઉપાધ્યાય, ઉદય કાનગડ, બીના આચાર્ય અને કશ્યપ શુક્લ દ્વારા સિનીયર નેતાઓએ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે. જ્યારે એક વ્યક્તિ અને એક હોદ્દાના રૂપે શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ટીકીટ કપાઇ શકે છે. તો નવી વોર્ડ રચનાને કારણે કેટલાક કોર્પોરેટરોના વોર્ડમાં ફેરફાર થઇ શકે છે અને કેટલાક જૂના જોગીઓની ટીકીટ પણ કપાઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here