Connect Gujarat
ગુજરાત

રાજકોટ : મનપા દ્વારા હાથ ધરાયો નવતર પ્રયોગ, જાણો 24 કલાક કેવી રીતે કરાશે ઉર્જા ઉત્પન્ન

રાજકોટ : મનપા દ્વારા હાથ ધરાયો નવતર પ્રયોગ, જાણો 24 કલાક કેવી રીતે કરાશે ઉર્જા ઉત્પન્ન
X

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ મનપા દ્વારા સોલાર વિન્ડ હાઈબ્રીડ પવનચક્કી મૂકવામાં આવી છે.

રાજકોટ શહેરના વોર્ડ નં. 6માં સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ મનપા દ્વારા સોલાર વિન્ડ હાઈબ્રીડ પવનચક્કી મૂકી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સ્માર્ટઘર B-4 આવાસ યોજનાની છત પર મૂકવામાં આવેલ પવનચક્કીની વાત કરીએ, તો તેમાં 12 વોટ અને 75 એમએચની રનિંગ બેટરી સાથે 1.2 કેવીનું ચાર્જર કંટ્રોલર મુકવામાં આવ્યું છે. આ પવનચક્કીના બ્લેડની સાઈઝ 42 ઇંચ છે, જે 24 કલાક ચાલે તો વાર્ષિક 10,000 યુનિટ ઉર્જા ઉત્પન્ન કરી શકે તેમ છે. સોલાર વિન્ડ હાઈબ્રીડ પવનચક્કીની કિંમત આશરે રૂ. 4 લાખ થાય છે. પવનચક્કી મારફત 24 કલાક ઉર્જા ઉત્પન્ન કરી, ઉર્જા મારફત પમ્પિંગ મોટર અને 35 જેટલી સ્ટ્રીટ લાઇટને પણ ચાલુ કરવામાં આવશે.

Next Story