Connect Gujarat

રાજકોટ : મહાનગર પાલિકાની ચુંટણી પહેલાં રાજકીય નવા જુનીના એંધાણ, જુઓ કેમ

રાજકોટ : મહાનગર પાલિકાની ચુંટણી પહેલાં રાજકીય નવા જુનીના એંધાણ, જુઓ કેમ
X

રાજકોટમાં મહાનગરપાલિકાની ચુંટણી પહેલાં રાજકીય નવાજુનીના એંધાણ વર્તાઇ રહયાં છે. ..પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ ઘર વાપસી કરવાની તૈયારીઓ કરી રહયાં છે તો પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાવા તલપાપડ બન્યાં છે.

દીલ્હી વિધાનસભાની ચુંટણીમાં ભવ્ય વિજય મેળવ્યાં બાદ આમ આદમી પાર્ટી ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં પગપેસારો કરવાની તૈયારીઓ કરી રહી છે. રાજકોટમાં મહાનગરપાલિકાની ચુંટણી પહેલાં સ્ટેન્ડીંગ કમિટીના પુર્વ ચેરમેન રાજભા ઝાલા આપનું ઝાડુ પકડવા માટે તત્પર છે.

બીજી તરફ કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની પણ કોંગ્રેસમાં ઘરવાપસી થઇ રહી છે.

કોંગ્રેસનું એક જૂથ પાર્ટી ને ઇન્દ્રનીલની ઘરવાપસી કરાવવા માટે તો બીજું ઇન્દ્રનીલ ની ઘરવાપસી ન થાય તે માટે પણ રજૂઆત કરી રહ્યું છે. જો કે આ મામલે મિડીયા સાથેની વાતચીતમાં ઇન્દ્રનીલ રાજગુરુ એ એક જ વાક્યમાં ઘણું બધું કખી દીધું હતું…હું કોંગ્રેસ નથી પણ કોંગ્રેસની સાથે હમેશા છું..કોંગ્રેસને નુકશાન થાય તેવા ક્યારેય મારા પ્રયત્નો નહી હોય..

આ તમામ અટકળો વચ્ચે શાસક પક્ષ ભાજપની પ્રતિક્રિયાઓ આવી હતી ભાજપના કામ બોલે છે મુખ્યમંત્રી રાજકોટ ના વિકાસ માટે અનેક કામો કર્યા છે.. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આવતીકાલે પણ રહેવાનો છે ગુજરાતમાં ત્રીજા પક્ષનો કોઈ સવાલ જ નથી કેશુભાઈ પટેલે પણ ત્રીજો પક્ષ રચ્યો હતો,વિધાનસભા અને લોકસભામાં રાજકોટ ની તમામ બેઠક પર ભાજપનો વિજય થયો છે.

રાજકોટ ભાજપનો ગઢ છે ત્યારે કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓએ ભાજપને ટક્કર આપવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે…બન્ને નેતાઓ કદાવર અને રાજકીય અનુભવની સાથે સાથે આર્થિક રીતે પણ સક્ષમ છે, જોગાનુજોગ રાજભા ઝાલા અને ઇન્દ્રનીલ રાજગુરૂ બને સારા મિત્રો પણ છે. ત્યારે આવતા દીવસોમા કેવા રાજકોય સમીકરણો રચાઇ છે તે સમય નક્કી કરશે…

Next Story
Share it