Connect Gujarat
ગુજરાત

રાજકોટ : મોરબીની બેંકમાં ઘુસ્યાં પાંચ લુંટારૂઓ, બંદુકની અણીએ ચલાવી 6 લાખ રૂા.ની લુંટ

રાજકોટ : મોરબીની બેંકમાં ઘુસ્યાં પાંચ લુંટારૂઓ, બંદુકની અણીએ ચલાવી 6 લાખ રૂા.ની લુંટ
X

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં

આવેલી બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુકત શાખામાં ત્રાટકેલાં લુંટારૂઓ બંદુકની

અણીએ 6 લાખ રુપિયા

ઉપરાંતની રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં છે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી

નજીક આવેલ બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત શાખાની બેંકમાં ગુરૂવારના રોજ

રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પાંચ જેટલા યુવાનો અંદર ઘુસી આવ્યાં

હતાં અને તેમણે બેંકમાં હાજર રહેલા કર્મચારીઓ અને ગ્રાહકોને બંદુક બતાવી બંધક

બનાવી લીધાં હતાં. ધોળા દિવસે લુંટ ચલાવી પાંચેય લુંટારૂઓ ફરાર થઇ ગયાં હતાં.

આસપાસ લાગેલા સીસીટીવીમાં લુંટારૂઓ સફેદ રંગની સ્વીફટ કારમાં ભાગતા દેખાઇ રહયાં

છે. ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી, બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો સ્થળ પર

દોડી આવ્યો હતો. લુંટારૂઓને ઝડપી પાડવા ઠેરઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે.

બંદુકધારી લુંટારૂઓ બેંક ઓફ બરોડાના રૂ.4.50 લાખ રૂપિયા અને દેના બેંકના 1.50 લાખ રુપિયા લઇને નાસી છુટયાં હોવાની

પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.

Next Story