રાજકોટમાં સાત દિકરીઓએ માતાને આપી કાંધ, નિભાવી દિકરાની ફરજ

40

આજરોજ રાજકોટના શક્તિ પાર્કમા એક અનોખી અંતિમ યાત્રા નિકળતી જોવા મળી હતી. મધુબેન પરમાર નામક વૃધ્ધ ૮૨ વર્ષિય માતાનુ મોત થતા તેમની સાત દિકરીઓએ દિકરાની ફરજ અદા કરી હતી.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા મૃતકના જમાઈ વિજયભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાંય સમયથી તેમના વૃધ્ધ સાસુ બિમાર હોઈ ત્યારે તમામ દિકરીઓ અને જમાઈ દ્વારા તેમની સેવા ચાકરી કરવામા આવતી હતી. મૃતક મધુબેન પરમારને સંતાનમા ૭ દિકરીઓ હતી પરંતુ કોઈ દિકરા ન હોઈ જેથી અંતિમ ક્રિયાઓ દિકરીઓએ પુર્ણ કરી હતી.

LEAVE A REPLY