Connect Gujarat
ગુજરાત

રાજકોટ : મ્યુનિ. કમિશનર-ચેરમેને રેલાવ્યા સૂર, જુઓ પછી લોકોએ શું નારા લગાવ્યા..!

રાજકોટ : મ્યુનિ. કમિશનર-ચેરમેને રેલાવ્યા સૂર, જુઓ પછી લોકોએ શું નારા લગાવ્યા..!
X

આ વર્ષે રાજકોટમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે પ્રજાસત્તાક પર્વનો આજે ત્રીજો દિવસ છે. રાજકોટના બાલ ભવન ખાતે મહાનગરપાલિકા દ્વારા “સુરો કી

સલામી” નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યારે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરે પણ પોતાના સુર રેલાવ્યા હતા.

રાજકોટ શહેરમાં “સુરો કી સલામી” કાર્યકર્મ સતત 31 કલાક સુધી ચલાવવામાં

આવ્યો હતો. સૌથી નવાઇની વાત તો એ છે કે, કાર્યક્રમમાં

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર

એ.કે.સિંઘ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન જમીન ઠાકરે પણ પોતાના સુર રેલાવ્યા હતા.

જ્યારે આ અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાના સુર રેલાવ્યા હતા, ત્યારે ફિલ્મી ગીતો સાંભળી લોકોએ વન્સ મોર વન્સ મોરના નારા પણ લગાવ્યા હતા.

“સુરો કી સલામી”

કાર્યક્રમમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે “બેકરાર

કરકે હમે યુ ના જાઈએ” તેમજ “દરદે દિલ

દર્દે જીગર” ગીત ગાઈ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જ્યારે રાજકોટ મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન જમીન ઠાકરે પણ પોતાના સુર રેલાવી "દિલ હે કી માનતા નહી" ગીત

ગાયું હતું.

Next Story