Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ પ્રેમિકા અને સાસુ સાથેના અનૈતિક સંબંધોમાં થઇ બેવડી હત્યા, 2 આરોપી ઝડપાયા

રાજકોટઃ પ્રેમિકા અને સાસુ સાથેના અનૈતિક સંબંધોમાં થઇ બેવડી હત્યા, 2 આરોપી ઝડપાયા
X

મૃતકોને એક આરોપીની પ્રેમિકા અને બીજાની સાસુ સાથે અનૈતિક સંબંધ હોવાથી બન્નેએ સાથે મળીને માત્ર બે કલાકમાં જ બેવડી હત્યા કરી

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં આવેલા મેટોડા પાસે બુધવારે રાત્રે એક ખાંટ યુવાનની છરીના 11 જેટલા ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. તેનાં બે કલાકમાં જ ગોંડલ રોડ ઉપર કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા પરપ્રાંતીય મુસ્લિમ યુવાનને પણ છરીના 8 ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. આ ગુનામાં પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે બન્ને હત્યામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પીડ્યા છે. જેમાં મૃતકોને એક આરોપીની પ્રેમિકા અને બીજાની સાસુ સાથે અનૈતિક સંબંધ હોવાથી બન્નેએ સાથે મળીને માત્ર બે કલાકમાં જ બેવડી હત્યા કરી નાંખી હતી.

[gallery size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="Rajkot" ids="69659,69660,69662,69663"]

રાતૈયા ગામના સંજય વાગડિયા નામના યુવાનને આરોપી કિશન વાજાની પ્રેમિકા સાથે અનૈતિક સંબંધ હતા. જે બાબતે કિશને સંજયને અનેક વખત સમજાવ્યો પણ હતો. પરંતુ માન્યો નહોતો. જેથી કિશને મિત્ર સાગર બગથરીયાની મદથી સંજયને 11 છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. આ હત્યા કર્યા બાદ બે જ કલાકમાં કોઠારીયા સોલ્વન્ટના મેહશરઅલી પીંજારા નામના યુવાનને સાગરની સાસુ સાથે અનૈતિક સંબંધ હોવાથી બન્નેએ મેહશરઅલીને પણ છરીના 8 ઘા મારી હત્યા કરી હતી. બેવડી હત્યા કર્યા બાદ બન્ને આરોપી ફરાર હતા. પોલીસે ગણતરીની કલાકોમાં બન્નેને ઝડપી પાડ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લામાં બે કલાકના સમયગાળા દરમિયાન બબ્બે હત્યાઓને અંજામ આપવામાં આવ્યો હતો.

લોધીકાનાં રાતૈયા ગામે રહેતા અને મેટોડામાં સીતારામ નામે ડેકોરેશનની દુકાન ધરાવતાં સંજય વાગડીયા નામનો ખાંટ યુવાન બુધવારે રાત્રે દુકાન બંધ કરી બાઈક લઈને ઘરે જતો હતો. ત્યારે કિશન અને સાગરે મેટોડાનાં પાટીયા પાસે આંતરી છરીનાં 11 ઘા ઝીંકી દીધા હતા. જેથી તે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં પટકાઈ ગયો હતો. ત્યાંથી કોઈ ઓળખીતું પસાર થતા તેના પરિવારને જાણ કરતા યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે લોધીકા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ફરિયાદ નોંધી હતી.

બીજી તરફ કોઠારીયા સોલવન્ટ પાસે બરકતીનગરમાં રહેતાં મૂળ યુપીનાં રિક્ષા ચાલક મેહશરઅલી પીંજારા નામના પરપ્રાંતીય યુવાનની તેના ઘર પાસે જ છરીનાં 8 જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવી નાખવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વણઝારા સહિતના સ્ટાફે દોડી જઈ તેના મોટાભાઈની ફરિયાદ આધારે બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. લોધીકા પોલીસ તેના વિસ્તારની હત્યાના અને તાલુકા પોલીસ તેમના વિસ્તારની હત્યાના આરોપીઓની વોચમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાગર બગથરીયાને અને લોધીકા પોલીસે કિશન વાજા નામના શખ્સને સકંજામાં લઇ આગવી ઢબે પૂછપરછ કરતા કિશન ભાંગી પડ્યો હતો અને બંને હત્યાઓ પોતે જ મિત્ર સાગરની મદદથી કરી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. રાજકોટ પોલીસે ઝડપી પાડેલા સાગરના હાથમાં છરી વડે 302 લખેલું છે.

Next Story