Connect Gujarat
ગુજરાત

રાજકોટ : કાગળના 42,000 ટુકડાથી બનાવવામાં આવશે રાષ્ટ્રધ્વજ

રાજકોટ : કાગળના 42,000 ટુકડાથી બનાવવામાં આવશે રાષ્ટ્રધ્વજ
X

રાજકોટમાં 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની કંઈક અનોખી રીતે જ ઉજવણી કરવામાં આવશે. ત્યારે હાલ ઓરીગામી પદ્ધતિથી 10.6 ફુટ નો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવી રહ્યો છે જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધ લેવામાં આવશે.

આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થવા જઈ રહી છે ત્યારે હાલ રાજકોટમાં ઓરીગામી પદ્ધતિ દ્વારા રાષ્ટ્રધ્વજને તૈયાર કરવામાં આવી રહ્યો છે. કાગળના 42000 ટુકડાના ઉપયોગથી 10.6 ફૂટના રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી માટે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ તેમજ જેલના કેદીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. 22 દિવસની મહેનત બાદ રાષ્ટ્રધ્વજ તૈયાર થશે.

હવે વાત કરવામાં આવે ઓરીગામી પધ્ધતિની તો ઓરીગામી પદ્ધતિ લઈને લોકોની અંદર મત મતાંતર જોવા મળે છે. કોઈ ઓરીગામી પદ્ધતિને ચાઈનીઝ તો કેટલાક જાપાનીસ પદ્ધતિ ગણાવે છે. આ પદ્ધતિની અંદર કોઈપણ વસ્તુનું નિર્માણ કાર્ય માટે વપરાતા પેપરમાં કોઈપણ જાતની કાતર કે પછી કટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો સાથે જ એક પેપરને બીજા સાથે જોડવામાં કોઈપણ જાતની પીન કે ગમ પણ વાપરવામાં આવતી નથી. આ રાષ્ટ્રધ્વજને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળશે.

Next Story