Connect Gujarat
Featured

રાજકોટ : લોકોને ઘરોની બહાર નીકળતા રોકવા જીવન જરુરીયાતની વસ્તુઓ ઘરે પહોંચાડાશે

રાજકોટ : લોકોને ઘરોની બહાર નીકળતા રોકવા જીવન જરુરીયાતની વસ્તુઓ ઘરે પહોંચાડાશે
X

રાજકોટમાં લોકડાઉન દરમિયાન લોકોને ઘરોની બહાર નીકળતા રોકવા માટે મહા નગરપાલિકાએ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ ઘરે જ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.

રાજકોટમાં ગત ગુરુવારના રોજ કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસથી પિડીત દર્દીઓની સંખ્યા પાંચ પર પહોંચી છે. તકેદારી અને સલામતીના પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ કેમિકલયુક્ત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે રાજકોટવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે હવે જીવન જરૂરી ચીજ વસ્તુ પણ લોકોને ઘરબેઠા મળી રહી છે ત્યારે લોકો બહાર નીકળવાનું ટાળે છે જેથી કરીને હાલ તંત્ર કોરોના વાયરસ ને નાથવા માટે જે કદમ ઉઠાવી રહ્યા છે તેમાં સફળતા મળે અને કોરોના વાયરસને દેશવટો આપી શકાય.

Next Story