Connect Gujarat
ગુજરાત

રાજકોટ : “દિવાળી કાર્નિવલ”નું કરાયું આયોજન, રાજકોટવાસીઓને મ્યુનિસિપલ કોર્પરેશનની ભેટ

રાજકોટ : “દિવાળી કાર્નિવલ”નું કરાયું આયોજન, રાજકોટવાસીઓને મ્યુનિસિપલ કોર્પરેશનની ભેટ
X

રંગીલા રાજકોટની રંગીલી જનતા રોશનીના પર્વ દિવાળીની મનભરી ઉજવણી કરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 24થી 27 ઓક્ટોબર સુધી એમ કુલ 4 દિવસ સુધી દિવાળી કાર્નિવાલનો લાભ રાજકોટની જનતા માણી શકશે. જે માટે તમામ તૈયારી મનપા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતી કાલે સાંજે રેસકોર્સ રીંગ રોડ ખાતેથી દિવાળી કાર્નિવાલને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે. જેમાં રંગોળી સ્પર્ધા, ભવ્ય આતશબાજી, મ્યુઝિક-શો, લાઈવ બેન્ડ, રોશની વગેરેનો આનંદ રાજકોટની જનતા લઇ શકશે.

દિવાળી કાર્નિવાલના પ્રથમ દિવસે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500 જેટલા સ્પર્ધકો દ્વારા ભાગ લઇ અલગ અલગ રંગોળી દોરવામાં આવશે. બીજા દિવસે 25 ઓક્ટોબરના રોજ સાંજના 7 વાગ્યે માધવરાય સીંધ્યા ક્રિકેટ મેદાન ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવશે. તો સાથે જ શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે યોજાનાર દિવાળી કાર્નિવલની મુલાકાત પણ લેશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉપસ્થિત રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story