રાજકોટ : કૃષ્ણ અને રાધાના મહારાસને જીવંત કરવા નવ વિલાસ રાસ યોજાયો

New Update
રાજકોટ : કૃષ્ણ અને રાધાના મહારાસને જીવંત કરવા નવ વિલાસ રાસ યોજાયો

રાજકોટમાં દ્રારીકાધીશ સત્સંગ મંડળ દ્વારા રાધા અને કૃષ્ણના રાસને જીવંત કરવા માટે નવ વિલાસ રાસનું આયોજન કરાયું હતું.

નવરાત્રીમાં ઠેર ઠેર દાંડિયા રાસ, પ્રાચીન ગરબીઓથી માંડી અર્વાચીન રાસોત્સવના આયોજન થાય છે. ત્યારે રાજકોટમાં આવેલ દ્વારિકાધીશ સત્સંગ હવેલી મંડળ દ્વારા પણ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને નામ આપવામાં આવ્યું છે નવ વિલાસ. આજે જ્યારે અર્વાચીન રાસોત્સવ હેઠળ યોજાતા દાંડિયા રાસમાં ફિલ્મી ગીતો ના તાલે ખૈલૈયાઓ ઝૂમતા હોઈ છે. ત્યારે જે રાસની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણ એ કરી હતી. તે મહા રાસનું વર્ણન જુદા જુદા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવામાં આવ્યું છે. ત્યારે ભગવાનની એ જ દિવ્ય લીલાઓની વાતોથી વણાયેલા પુષ્ટિમાર્ગીય ભજનો પર નવ વિલાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Latest Stories