Connect Gujarat
ગુજરાત

રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો

રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો
X

રાજકોટ ખાતે ચાલી રહેલા લોકમેળામાં આવતાં લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી મનપાની ટીમે ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન બિન આરોગ્યપ્રદ સામગ્રીનો નાશ કરાયો હતો.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાઈ છે ત્યારે મેળાનો આજે બીજો દિવસ છે. ગુરુવારે સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે 5 દિવસમાં 15 લાખથી પણ વધુ લોકો મેળાની મજા માણશે. ત્યારે મેળામાં આવનાર લોકોનું સ્વાસ્થ્ય જોખમાય નહિ તે માટે રાજકોટ મનપા ના આરોગ્ય વિભાગ દ્વારા મેગા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ચેકીંગ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. જેમાં 47 કિલો સડેલા બટાકા તથા ગુલ્ફી બનાવવા માટે વપરાતા દૂધમાં જીવાત મળી આવી હતી. અંદાજિત 80 કિલો ખાદ્ય સામગ્રી તેમજ ઢોકળાના 120 કિલો આથાનો નાશ કર્યો હતો. ફરાળી ચિપ્સમાં મકાઈ ના લોટનો ઉપયોગ થતો હોય 40 કિલો ચિપ્સ તથા લોટનો અને ,૪૮ કિલોગ્રામ કાપેલા ફળનો નાશ કરાયો હતો. આ ઉપરાંત અન્ય ખાદ્ય વસ્તુઓ પણ વાસી અને બિન આરોગ્યપ્રદ હોવાથી તેનો નાશ કરાયો હતો.

Next Story