રાજકોટ: એક બ્રિજના બે લોકાર્પણ, લોકાર્પણના કાર્યક્રમમાં જોવા મળી હુંસા-તુંસી

57

રાજકોટમા આચારસંહિતાને લિધે મવડી ઓવરબ્રિજનો લોકાર્પણ કરવાનો મોકો જનતાને મળ્યો છે. સામાન્યત રાજકોટમા લોકાર્પણના કાર્યક્રમો પદાધિકારીઓ દ્વારા થતા હોઈ છે. પરંતુ હાલ આચારસંહિતા અમલી હોઈ જેથી ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જશ ખાટવા માટે બ્રિજના જુદા જુદા છેડે લોકાર્પણ કર્યુ હતુ.

ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ બ્રિજના અલગ અલગ છેડે ઉભા રહી બ્રિજની બંને બાજુથી લોકોને સાથે રાખી લોકાર્પણ કર્યુ હતુ. આમ, આ સમયે સ્થાનિકોમા રમુજની લાગણી પણ ફેલાય હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંય સમયથી ઓવરબ્રિજની કામગીરીના કારણે લોકોને પારાવાર મુશકેલીનો સામનો કરવો પડતો હતો., મહાપાલિકા દ્વારા આ બ્રિજની કામગીરી પાછળ 31.09 કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે.

LEAVE A REPLY