Connect Gujarat
ગુજરાત

રાજકોટ: વડાપ્રધાને આપેલ દિકરી બચાવોનુ સુત્ર ચરિતાર્થ કરતા પોલીસના તાળીયોના ગડગડાટથી કરાયા વધામણા

રાજકોટ: વડાપ્રધાને આપેલ દિકરી બચાવોનુ સુત્ર ચરિતાર્થ કરતા પોલીસના તાળીયોના ગડગડાટથી કરાયા વધામણા
X

રાજકોટમા સોમવાની રાત્રે 8 વર્ષની દિકરીનુ દુષ્કર્મ આચર્વાના બદ ઈરાદા સાથે અપહરણ કરવામા આવ્યુ હતુ. ગણતરીની કલાકોમા બાળકી પોતાના પરિવાર પાસે પણ પહોંચી હતી. ત્યારે રાજકોટ પોલીસે ગણતરીની કલાકોમા હૈવાનયતની હદ્દ હટાવનારા આરોપીની કરી છે ધરપકડ.

ત્યારે આવો જોઈએ શુ છે સમગ્ર ઘટનાક્રમ, સોમવારની રાત્રે રાજકોટ ભરમા શરદપુનમના કારણે એક દિવસીય ગરબીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ત્યારે ભોગબનનાર બાળકી પોતાની દાદી સાથે ગરબીમા ગઈ હતી. આ સમયે આરોપી બાબુભાઈ બાંભવા નામના બાઈક ચાલકે સામેથી લિફટ આપવાની તૈયારી બતાવી હતી. ત્યારે પૌત્રીને તકલીફ ન પડે તે માટે પૌત્રીની દાદીએ લિફટ લેવાની હા પાડી. જે બાદ આરોપી બાઈક ચાલકે બાળકીને બેસાડી બાઈક હંકારી મુક્યુ હતુ. જે બાદ પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કરી બાળકીને રૈયા ગામના સ્મશાન પાસે અવાવરુ જગ્યાએ લઈ જઈ બાળકીના કપડા કાઢી બળાત્કાર આચરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તે બાળકીને એકલી મુકી ત્યાંથી નાસી ગયો હતો.

અપહરણની જાણ થતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી બાળકીની શોધખોળ શરુ કરી હતી. એવા સમયે નવા 150 ફુટ રીંગ રોડ થી રૈયા ચોકડી તરફ કારમા આવતા દંપતીએ પીડીતાને એકલી સુમસામ રસ્તા પર જોઈ હતી. જેથી દંપતીએ બાળકી પાસેથી તેનુ નામ સરનામુ પુછી બાળકીને તેના માકા પીતાને સોંપી હતી. અપહરણના સીસીટીવી અને રાજકોટ પોલીસના આઈવે પ્રોજેકટના આધારે પોલીસ અપહરણકર્તાની ભાળ મેળવવા પ્રયત્ન કરી રહી હતી. જો કે વહેલી સવારે અપહરણકર્તાએ પોતાનો ફોન સ્વિચઓન કરતા પોલીસે તેના લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતી. અપહરણની ઘટનાથી લઈ આરોપીની ધરપકડ સુધી ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ફિલ્ડમા રહી મોનીટરીંગ કરતા રહ્યા.

આરોપી બાબુભાઈ બાંભવા ભુતકાળમા 7 ગુના આચરી ચુક્યો છે. જેમા પ્રોહિબિશન તેમજ બાઈક ચોરીના ગુના સામેલ છે. રાજકોટ પોલીસે આરોપી બાબુ બાંભવા ને હાલ જેલ હવાલે કર્યો છે. તો સાથે જ રાજકોટ પોલીસ મનોજ અગ્રવાલે પીડીત બાળકીને સરકાર તરફથી આર્થિક સહાય મળે તે પ્રકારના પ્રયત્નો પણ શરૂ કર્યા છે.

Next Story