Connect Gujarat
ગુજરાત

રાજકોટ : 48 કલાકમા 4 બાળકોના સારવાર દરમિયાન મોત, ધારાસભ્ય ગોવિંદ પટેલે આપ્યુ વિવાદીત નિવેદન

રાજકોટ : 48 કલાકમા 4 બાળકોના સારવાર દરમિયાન મોત, ધારાસભ્ય ગોવિંદ પટેલે આપ્યુ વિવાદીત નિવેદન
X

રંગીલા રાજકોટને હાલ રોગચાળાના કહેરનો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલે 24 કલાકમાં 3 અને ત્યારપછીના બીજા 24 કલાકમાં અન્ય એક બાળકનું વધતા જતા રોગચાળાના કારણે સારવાર દરમિયાન જ મોટ નીપજ્યું છે ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે બીજી તરફ ધારાસભ્ય ગોવિંદ પટેલે વિવાદીત નિવેદન આપતા માહોલ ગરમાયો છે

રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે રોગચાળો છે તે વકરી રહ્યો છે. ત્યારે રોગચાળાને લઈને છેલ્લા 48 કલાકમા 4 બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ત્યારે રોગચાળાને લઈને શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ દવાખાના અને આરોગ્ય કેન્દ્રો દર્દીથી ઉભરાય રહ્યા છે. ત્યારે ભાજપના ઘારાસભ્ય ગોવિંદ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લિધી હતી. આ સમયે ગોવિંદ પટેલે મિડીયા સાથેની વાતચીતમા તાવથી થયેલ બાળકના મોત મામલે તંત્રનો બચાવ કરતા જણાવ્યુ હતુ કે રોગચાળો તો નિમિત્ત માત્ર છે જીવન મરણ ભગવાનમાં હાથમાં હોય છે. ત્યારે ધારાસભ્યના આ વિવાદીત નિવેદન મામલે લોકોમા પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગય કમિશ્નર જયંતિ રવીએ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લિધી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલની દયનીય હાલાત જોઈ અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. તો સાથે જ મિડીયા સાથેની વાતચીતમા બાળકોની મોત મામલે તપાસ કરવામા આવશે તેવુ પણ જણાવ્યુ હતુ

Next Story