Connect Gujarat
ગુજરાત

રાજકોટ એસપી કચેરીએ અરજદાર ઝેરી દવા પી આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે કરી અટકાયત

રાજકોટ એસપી કચેરીએ અરજદાર ઝેરી દવા પી આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે કરી અટકાયત
X

પડધરી તાલુકાની જમીન મુદ્દે આજે જિલ્લા પોલીસ વડાની કચેરીએ આત્મ વિલોપન કરવા આવેલા મહેશ હાપલીયાની પોલીસે અટકાયત કરી હતી. આત્મ વિલોપન કરવા આવતો હોવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મહેશ આવતાની સાથે જ પોલીસે અટકાયત કરી હતી અને તેની પાસે રહેલી ઝેરી દવાની બોટલ પોલીસે કબજે કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પડધરી તાલુકામાં સંયુક્ત નામે 5 એકર જમીન આવેલી છે. જેમાં આત્મ વિલોપનની ચીમકી આપનાર મહેશ અને તેના મામા વચ્ચે જમીનનો વિવાદ ચાલતો હતો. જેમાં મહેશ વિરુદ્ધ પડધરી પોલીસમાં અરજી થતા આજે મહેશે મનદુઃખ રાખી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે અટકાયત કરી લીધી હતી અને જમીનનો વિવાદ જાણવા અન્ય લોકોને પોલીસે બોલાવી તપાસ શરૂ કરી છે.

Next Story