Connect Gujarat

રાજકોટ : સિરિયલ કિલર નિલેશ મહેતાની પોલીસે કરી ધરપકડ, છ લોકોની કરી ચુકયો છે હત્યા

રાજકોટ : સિરિયલ કિલર નિલેશ મહેતાની પોલીસે કરી ધરપકડ, છ લોકોની કરી ચુકયો છે હત્યા
X

રાજકોટમાં લુંટ તથા ચોરીના ઇરાદે છ જેટલા લોકોને

મોતને ઘાટ ઉતારી દેનારા સિરિયલ કિલર નિલેશ મહેતાની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા એક વર્ષથી પેરોલ

જમ્પ કરી ફરાર હતો.

આપની સ્ક્રીન પર જે વ્યક્તિને આપ જોઈ રહ્યા છો. તે

સિરિયલ કિલર છે. અને તેના પર છ લોકોની હત્યા કરવાના આરોપ લાગ્યાં છે. લુંટ તથા

અન્ય ઇરાદે તે છ લોકોને મોતને ઘાટ ઉતારી ચુકયાં છે. પોલીસ સંકંજામાં રહેલો નિલય

મહેતા એક વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. નિલય વધુ હત્યાઓ ન કરે તે માટે

રાજયભરની પોલીસ તેને શોધતી હતી. સિરિયલ કિલર ધુળેટી રમવા માટે રાજકોટ આવવાનો

હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી તેને ઝડપી લેવાયો છે.

નિલય ઉર્ફે નિલેશના ગુનાહિત ભુતકાળ પર નજર નાંખવામાં

આવે તો તેના ઉપર હત્યા, ચોરી, લૂંટ, મારામારી, પ્રોહીબીશન અને લૂંટની કોશિષ સહિત ૩૨ જેટલા ગુનાઓ નોંધાય ચુકયાં છે. તેને હત્યાના ગુનામાં

બે-બે વખત આજીવન કેદની સજા પણ કોર્ટે સંભળાવી છે. તો સાથોસાથ ભૂતકાળમાં આરોપીની

સજા પણ માફ કરવામાં આવી છે. તેમજ તેને પેરોલ પર મુક્ત કરવામાં પણ આવ્યો છે. આરોપી

નીલેશને ભવિષ્યમાં ક્યારેય સજા માફી ન આપવામાં આવે તેમ જ પેરોલ પર પણ મુક્ત

કરવામાં ન આવે તેવી રજુઆત પોલીસ કોર્ટ અને સરકારમાં કરશે.

Next Story
Share it