Connect Gujarat
ગુજરાત

રાજકોટ : અનાથ દિકરીઓના ખુલ્યાં ભાગ્ય, કરિયાવરમાં મળ્યો 100 વારનો પ્લોટ

રાજકોટ : અનાથ દિકરીઓના ખુલ્યાં ભાગ્ય, કરિયાવરમાં મળ્યો 100 વારનો પ્લોટ
X

રાજકોટ

જિલ્લાના ગોંડલ ખાતે આવેલાં મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની 7 અનાથ દીકરીઓનો આજે શાહી લગ્નોત્સવ યોજાયો

હતો. આ દિકરીઓને કરીયાવરમાં 100 વારના પ્લોટ સહિતની કિમંતી ભેટ સોગાદો આપવામાં આવી હતી.

ગોંડલની

રંગબેરંગી રોશનીથી સજેલી શેરીઓ, ફટાકડા ધુમ અને રાસ ગરબાની રમઝટ. આ બધુ જોતા કોઇ માલેતુજાર કે શાહી પરિવારને ત્યાં લગ્ન હોય તેમ લાગી રહયું

છે પણ આ પ્રસંગને અનાથ દીકરીઓના લગ્નનો…. ગોંડલ ખાતે આવેલાં મહારાજા સર ભગવતસિંહજી

બાલાશ્રમની 7 દીકરીઓના

ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. લગ્ની વિશેષતા હતી કે, રાજકોટના નિલેશભાઇ તરફથીદરેક દીકરીને

કરિયાવરમાં 100 વારનો પ્લોટ

તેમજ ગોંડલના

રાજવી જ્યોતિન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટીની ભેટ આપવામાં આવી હતી. અન્ય દાતાઓએ પણ

દાનનો ધોધ વહાવ્યો હતો.આ લગ્નોત્સવમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક સહિતના

આગેવાનો અને મહેમાનોએ હાજર રહી નવયુગલોને આર્શીવાદ આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર

ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી.

Next Story