Connect Gujarat
સમાચાર

રાજકોટ : ગોંડલમાં દીપડાનો આતંક “Live”, જુઓ રહેણાંક વિસ્તારમાં કેવી મચાવી ધમાલ..!

રાજકોટ : ગોંડલમાં દીપડાનો આતંક “Live”, જુઓ રહેણાંક વિસ્તારમાં કેવી મચાવી ધમાલ..!
X

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક ખૂંખાર દીપાડે ભારે આતંક મચાવ્યો હતો. જેમાં એક યુવાન ઉપર દીપડાએ હુમલો કરી તેને ગંભીર ઇજા પહોચાડી હતી. સમગ્ર મામલે વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.

ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારની શાળા નં. 5 નજીક આવેલ એક બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં દીપડાએ એક યુવાન પર હુમલો કરી તેને ગંભીર ઇજા પહોચાડી હતી, ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવારની જરૂર જણાતા તબીબોએ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

સમગ્ર બનાવની જાણ થતાં મામલતદાર અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો સાથે જ સ્થાનિક પોલીસ કાફલો તેમજ નગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી. તો કેટલાક લોકો ડરના માર્યા મકાનની અગાસી પર ચઢી ગયા હતા, ત્યારે પોલીસ દ્વારા લોકોના ટોળાને ખસેડવામાં આવ્યા હતા. જોકે મકાનની અંદર દીપડો છે કે, નહીં તે તપાસ કરવા જતા ફોરેસ્ટ અધિકારી અને ફાયરની ટીમ ઉપર અચાનક જ દીપડાએ હુમલો કરતા ફાયર વિભાગનો એક કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારે હાલ તો દીપડાને વહેલી તકે પાંજરે પુરવા હાજર અધિકારોએ કવાયત હાથ ધરી છે.

Next Story