Connect Gujarat
Featured

રાજકોટ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે પારડી ગામે આચાર્યએ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા, પછી જુઓ શું થયું..!

રાજકોટ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે પારડી ગામે આચાર્યએ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા, પછી જુઓ શું થયું..!
X

લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવવામાં આવ્યું છે, ત્યારે પારડી ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ શાળાના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવતા જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.

સમગ્ર ભારતમાં લોકડાઉનના સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જે લોકડાઉન 3જી મેંના રોજ પૂર્ણ થતું હતું. જે હવે તા. 17મી મેં સુધી લંબાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ લોકડાઉનના સમયગાળા દરમ્યાન વિમાની સેવા, રેલ સેવા, મેટ્રો સેવા, શાળા, કોલેજ, મલ્ટિપ્લેક્સ, મોલ, સિનેમાગૃહ, નાટ્યગૃહને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના પારડી ગામની પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા લોકડાઉનનો ભંગ કરી ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા હતા.

પારડી ગામે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા હોવાની જાણ મીડિયા સહિત ઉચ્ચ અધિકારીઓને થતાં શાળાના સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી રજા આપી દેવામાં આવી હતી. સમગ્ર મામલે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત શાળાના આચાર્ય તેમજ શિક્ષકો વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારીના રિપોર્ટ આવ્યા બાદ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં કરવામાં આવશે.

Next Story