Connect Gujarat
Featured

રાજકોટ : પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયો હતો રાયોટીંગનો ગુનો, જેતપુરની કોર્ટે આપ્યો ચુકાદો

રાજકોટ : પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયો હતો રાયોટીંગનો ગુનો, જેતપુરની કોર્ટે આપ્યો ચુકાદો
X

રાજયમાં પાટીદાર અનામત આંદોલન સમયે અનેક પાટીદાર આગેવાનો અને યુવાનો સામે ગુનાઓ નોંધવામાં આવ્યાં હતાં. 2017ની સાલમાં રાજકોટના જેતપુરમાં પાસના 32 કાર્યકરો સામે રાયોટીંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય લલિત વસોયા સહિતના આગેવાનોનો પણ સમાવેશ થાય છે. આ ગુનામાં દિનેશ બાભણીયા ,જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ, માણાવદરના માજી તાલુકા પંચાયત પ્રમુખ હાર્દિક સવસાણીને 21 તારીખે કોર્ટ મા હાજર ન રહેતાં કોર્ટ દ્વારા જામીન રદ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાના આદેશ કરવામાં આવ્યો ત્યાર બાદવકીલ દ્વારા જામીન માટે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. જેના આધારે ઉપલી કોર્ટએ ૨૦ હજારના બોન્ડ અને ૧૫ હજારના ડિપોઝીટ પર શરતી જામીન મંજૂર કર્યા છે.

Next Story