રાજકોટ : ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવતાં અમિત ચાવડા

0

રાજયમાં વિધાનસભાની ચુંટણીઓને લઇ રાજકીય માહોલ ગરમાય રહયો છે ત્યારે કોંગ્રેસ પણ તેના બળવાખોર ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને હરાવવા સજજ બની રહી છે.

રવિવારના રોજ ચૂંટણી પંચે  ગુજરાતની બે વિઘાનસભાની મતદાન અને પરિણામની તારીખ જાહેર કરવામા આવી છે. જેમાં બાયડ અને રાધનપુરની વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં બાયડથી ધવલસિંહ ઝાલા અને  રાધનપુરથી અલ્પેશ ઠાકોર ચૂંટાઈને આવ્યા હતા. જો કે આ બંને નેતાઓએ ઘણા સમયથી કોંગ્રેસનો હાથનો સાથ છોડી કેસરીયો ધારણ કર્યો છે. ત્યારે હવે પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોમા ગરમાવો આવ્યો છે.

કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી યોજી રહયું  નથી. ગઈકાલે ચાર જેટલી બેઠક પર ચૂંટણીની તારીખ જાહેર કરવામા આવી હતી. જે બાદ ગુજરાતના ગૃહ પ્રધાન પ્રદિપસિંહે નિવેદન આપ્યુ હતુ કે અન્ય બેઠકો પર એક બે દિવસમા ચૂંટણીની તારીખો જાહેર થશે. આમ, ચૂંટણી પંચ પહેલા ગુજરાતના ગૃહ પ્રધાનને ખબર પડી જતી હોઈ છે કે તારીખ ક્યારે ડીકલેર થશે.  વધુમાં તેમણે ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર પર આડકતરી રીતે પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે પ્રજા પોતાની સાથે દ્રોહ કરનાર નેતાઓને પેટા ચૂંટણીમાં મતદારો જાકારો આપશે. કોંગ્રેસ પણ તેમને હરાવવા કમર કસી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here