Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ પોલીસની બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, પોલીસકર્મીનું થયું મોત

રાજકોટઃ પોલીસની બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, પોલીસકર્મીનું થયું મોત
X

બાઈક ઉપર પાછળ બેઠેલા મહિલા ASIને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા

રાજકોટના પડધરી સરકારી હોસ્પિટલની સામે પોલીસની બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસનું બાઇક ચલાવી રહેલા રણવીરસિંહ વનરાજસિંહ જાડેજાને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા મહિલા એએસઆઇ પૂજાબેન અને એક્ટિવા ચાલક પિયુષભાઇ બન્નેને ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મૂળ મોરબીના પીલુડી ગામના વતની રણવીરસિંહ જેઓ પડધરી જીઆરડીમાં ફરજ બજાવતા હતા. જ્યારે પડધરી પોલીસ સ્ટેશનમાં જ એએસઆઇ તરીકે પૂજાબેન મગનભાઇ ફરજ બજાવે છે. આ બન્ને લોકો પોલીસની બાઇક લઈ ઓન ડ્યુટી પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક પોલીસ જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Next Story
Share it