Connect Gujarat
ગુજરાત

રાજકોટ : પ્ર.નગર પોલીસે ચીલઝડપ કરનાર આરોપીની કરી ધરપકડ

રાજકોટ : પ્ર.નગર પોલીસે ચીલઝડપ કરનાર આરોપીની કરી ધરપકડ
X

ચીલ ઝડપ કરેલ સોનાના ચેઈન માંથી ઢોળીયા બનાવીયા હતા

પોલીસે આરોપી પાસેથી બે ઢોળીયા ૩૫ ગ્રામના ઝડપી પાડ્યા

પ્રનગર પોલીસે મુદામાલ સાથે જે બાઈકનો ઉપયોગ કર્યો હતો તે બાઈક પણ કબજે કર્યુ

સોનાના ઢોળીયા બેનંગ સહીત ૫૦ હજારનો મુદામાલ કર્યો પોલીસે કબજે

રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસમાં ગાયકવાડી અને શ્રોફ રોડ પર ચીલઝડપના બે ગુનાઓ બન્યાની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે આઇવે પ્રોજેકટ અને સુરક્ષા કવચ એપ્લીકેશનના માધ્યમથી પોપટપરાના શખ્સને ઝડપી પાડી બંને ચીલઝડપનો ભેદ ઉકેલી નાખ્યો છે તથા આરોપી પાસેથી રૂા.80 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આઇવે પ્રોજેકટના સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીના ચહેરો તથા મોટરસાયકલના નંબર પરથી એકલવ્ય તથા સુરક્ષા કવચના એપ્લીકેશન તથા પીક પોકેટ મારફતે આરોપીની હકીકત મેળવી અગાઉ ચીલઝડપના ગુનામાં પકડાયેલ આરોપી ઇમ્તીયાઝ શકુરભાઇ જામ (ઉ.વ.25 રહે પોપટપરા શે.નં.14) ગાયકવાડી શે.નં.9 માં ચીલઝડપ થયેલ સોનાના ચેઇનમાંથી બનાવેલો ઢાળીયો તથા શ્રોફ રોડ કલેકટર ઓફીસ પાછળથી ચીલઝડપ થયેલા સોનાના ચેઇનમાંથી બનાવેલ ઢાળીયો એમ બે ઢાળીયો વજન 35 ગ્રામ કિં.50,000 નો મુદ્દામાલ તથા ચીલઝડપમાં ઉપયોગ કરેલ બાઇક મળી કુલ રૂા.80,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ પુછપરછમાં પકડાયેલો આરોપી અગાઉ ઘરફોડ ચોરી અને ચીલઝડપના 6 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. ઉપરોકત આરોપી સાથે અન્ય કોઇ સાગરીતોની સંડોવણી છે કે કેમ ? તથા અન્ય કોઇ ગુના આચર્યા છે ? તે સહિતની વિગતો મેળવવા આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Next Story