Connect Gujarat
ગુજરાત

રાજકોટ : પોલીસ કમિશ્નરનો મહત્વનો નિર્ણય,ફરજ પૂર્ણ થયા બાદ જમા કરાવવું પડશે હથિયાર

રાજકોટ : પોલીસ કમિશ્નરનો મહત્વનો નિર્ણય,ફરજ પૂર્ણ થયા બાદ જમા કરાવવું પડશે હથિયાર
X

રાજકોટ શહેરના નવા રિંગ રોડ પર આવેલી આવાસ યોજનાના ક્વાર્ટરમાં ગુરૂવારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાએ સર્વિસ રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હવેથી એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ પોતાની સર્વિસ રિવોલ્વર ડ્યુટી પૂરી થયે ઘરે નહીં લઇ જઇ શકેનો આદેશ જારી કર્યો છે.

રાજકોટમાં હવેથી એએસઆઇ કે જમાદાર રિવોલ્વર ઘરે નહી લઇ જઇ શકે. ડ્યુટી પૂર્ણ થયા બાદ રિવોલ્વર જમા કરાવી પડશે. જ્યારે ડ્યુટી પર આવે ત્યારે જ રિવોલ્વર મેળવી શકશે. રાજકોટમાં એએસઆઇ અને કોન્સ્ટેબલના આપઘાત બાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો.

ડ્યુટી પૂર્ણ થયા બાદ જે તે પોલીસ સ્ટેશનમાં રિવોલ્વર જમા કરાવવી પડશે. મહત્વનુ છે કે સર્વિસ રિવોલ્વરથી આપઘાત અને હત્યાની ઘટનાઓ આ અગાઉ પણ બની ચૂકી છે.

Next Story