Connect Gujarat
Featured

રાજકોટ : જુઓ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મોપેડ ચાલક મહિલાની કેમ કરી ધરપકડ..!

રાજકોટ : જુઓ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મોપેડ ચાલક મહિલાની કેમ કરી ધરપકડ..!
X

રાજકોટમાં પોલીસ દ્વારા ચાલી રહેલા વાહન ચેકિંગ દરમ્યાન એક મોપેડ ચાલક મહિલાએ પોલીસકર્મીને અડફેટે લીધો હતો. જેમાં પોલીસકર્મીને ટક્કર મારી નાસી છૂટેલી મહિલાનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેની ધરપકડ કરી હતી.

હાલ લોકડાઉનની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે, લોકો પોતાના ઘરની અંદર જ રહે. તેમ છતાં કેટલાક લોકો બિનજરૂરી પોતાના ઘરથી બહાર નીકળી પડતા હોય છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, ત્યારે શહેરના પુષ્કરધામ મંદિર પાસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ વાહન ચેકિંગ કરતા હતા તે દરમ્યાન એક મોપેડ ચાલક મહિલાને ઉભી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે મહિલા ઉભી ન રહેતા તેને પોતાનું મોપેડ ગફલતભરી રીતે હંકારતા ત્યાં ફરજ પર હાજર એ.એસ.આઇ. હરદેવસિંહ રાયજાદાને અડફેટમાં લેતા શારીરિક ઈજા પહોંચી હતી. જે બાદ યુનિવર્સિટી પોલીસ મથકના અધિકારીઓ દ્વારા મહિલાનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો, ત્યારે મહિલાની અટકાયત સાથે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Next Story