Connect Gujarat
ગુજરાત

રાજકોટ પોલીસે દેવીપુજક સમાજ પર વર્સાવી લાઠિ, જાણો શા માટે કર્યો લાઠિ ચાર્જ

રાજકોટ પોલીસે દેવીપુજક સમાજ પર વર્સાવી લાઠિ, જાણો શા માટે કર્યો લાઠિ ચાર્જ
X

રાજકોટના આજી નદીના પટ્ટમાંથી તારીખ 18 ડિસેમ્બરના રોજ કપાયેલ હાલતમા એક માથુ મળી આવ્યુ હતુ. શરૂઆતમા પોલીસ અસમંજસમા હતી કે કપાયેલ માથુ બાળકનુ છે કે બાળકીનુ. ત્યારબાદ પોલીસે કપાયેલ માથાનુ પોસ્ટમાર્ટમ અને ડિએનએ ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ પોલીસને ડિએનએ રીપોર્ટમા જાણવા મળ્યુ કે કપાયેલ માથુ બાળકનુ છે નહી કે બાળકીનુ.

બિજી તરફ કપાયેલ હાલાતમા માથુ મળતા પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકોની વિગત મેળવવા પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસને જાણકારી મળી હતી કે કુબલિયા પરા વિસ્તારમાંથી અજય ઉર્ફે સમોસા નામનમો બાળક તારીખ 4 ડિસેમ્બરથી ગુમ છે. પોલીસે તેના પરિવારજનોને આજી નદીના પટ્ટમાંથી કપાયેલ હાલાતમાથી મળેલ બાળકનુ માથુ બતાવ્યુ. જો કે પરિવારજનોએ તે માથુ અજયનુ ન હોવાનુ જણાવ્યુ હતુ. જો કે પોલીસને અજયના પરિવાર પર શંકા હોવાથી તેમની પુછપરછ હાથ ધરી હતી. ત્યારે પોલીસે પરિવારજનોને ઢોર માર માર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ આરોપ લગાવતા પરિવારજનો અને તેમના સગા વહાલાઓ સીપી કચેરીએ પહોચ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ તમામને તગેડી મુકવા માટે લાઠિ ચાર્જ કર્યો હતો. જે દર્શયો મિડીયાના કેમેરામા કેદ થયા હતા. ત્યારે આજે બિજી વાર અજયના સગા વહાલા શહેર પોલીસ કમિશ્નર કચેરી પહોંચી કમિશ્નરને આવેદન પત્ર પણ પાઠ્વયુ હતુ. આ સમયે સગાવહાલાઓ સાથે રાજકોટના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા અને શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત પણ હાજર રહ્યા હતા.

પોલીસે રાજ્યભરના 112 અપહત બાળકોની યાદી મેળવી તપાસ હાથ ધરી

રાજકોટના આજી નદીના પટ્ટમાંથી એક બાળકનુ કપાયેલ હાલતમા માથુ મળી આવ્યુ હતુ. બાળકનુ કપાયેલ માથુ જોતા પ્રાથમિક દ્રષ્ટીએ તંત્ર મંત્રની વિધી કરાયાનુ જણાયુ હતુ. જો કે ઘટના સ્થળ પાસેથી પોલીસને બાકીનુ શરીર મળ્યુ નહોતુ. તો સાથે જ તંત્ર મંત્ર કરાયાના કોઈ પુરાવા પણ મળ્યા નહોતા. તો ત્યારબાદ રાજકોટ પોલીસે રાજ્ય ભરની પોલીસ પાસેથી તેમના વિસ્તારમા ગુમ થયેલા બાળકોની યાદી મંગાવી હતી. જે યાદીના અનુસાર 112 જેટલા ગુમ થયેલ બાળકોની યાદી મળી આવી છે. જે યાદીની હાલ રાજકોટ પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ કરવામા આવી રહી છે.

Next Story