Connect Gujarat
Featured

રાજકોટ : પોલીસે ઇ મેમો મારફતે વસૂલ્યો રૂપિયા 100 કરોડથી વધુનો દંડ, યુવાધારાશાસ્ત્રીઓનું વિરોધ પ્રદર્શન,જાણો વધુ

રાજકોટ : પોલીસે ઇ મેમો મારફતે વસૂલ્યો રૂપિયા 100 કરોડથી વધુનો દંડ, યુવાધારાશાસ્ત્રીઓનું વિરોધ પ્રદર્શન,જાણો વધુ
X

રાજકોટ પોલીસ દ્વારા ફટકારવામાં આવેલા ઈ-મેમોના દંડની રકમ ભરપાઈ નહી કરનારા શખ્સો વિરુધ્ધ ગુનો દાખલા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ યુવા વકીલો આગામી દિવસોમાં આ મામલે નીચલી અદાલત અને હાઇકોર્ટ સુધી જવાની તૈયારી બતાવી છે. શહેર પોલીસ દ્વારા માત્ર ત્રણ વર્ષમાં 100 કરોડથી વધુનો દંડ ઈ-મેમો મારફતે ઉઘરાવવામાં આવ્યો છે.

રાજકોટ સહિત રાજ્યભરના તમામ શહેરો અને જિલ્લામાં ગુનાખોરી અટકાવવા તેમજ ગુનાખોરી શોધવા ના ભાગરૂપે આઇવે પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે આઇવે પ્રોજેક્ટ મારફતે 28 ઓક્ટોબર 2020 સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા 100 કરોડ રૂપિયાનો દંડ ઇ-મેમો મારફત ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે દંડની રકમનો આંક આજ અઢી મહિના બાદ અનેક ગણો વધી ચુક્યો છે. તો બીજી તરફ છેલ્લા એક મહિના થી રાજકોટ શહેર પોલીસ દ્વારા પેન્ડિંગ ઇ મેમો મામલે ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે યુવા ધારાશાસ્ત્રીની ટીમ દ્વારા એક અભિયાન છેડવામાં આવી રહ્યું છે. જેને સોશિયલ મીડિયાના માધ્યમથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં વકીલ કિરીટ નકુમે જણાવ્યું હતું કે, આઇવે પ્રોજેક્ટ નો મૂળભૂત હેતુ રાજ્યભરમાં ગુનાખોરી અટકે તેમજ ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ થાય તેનો હતો. પરંતુ જે પ્રકારે રાજકોટ સહિત રાજ્યભરના તમામ મહાનગરોમાં આઇવે પ્રોજેક્ટ મારફતે મનફાવે તે પ્રકારે ખોટા ઇ-મેમો ફટકારી દંડ ફટકારવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં યુવા ધારાશાસ્ત્રીની ટીમ દ્વારા નીચલી અદાલત અને ત્યાર બાદ હાઇકોર્ટ માં રીટ દાખલ કરવામાં આવશે.

Next Story