Connect Gujarat
Featured

રાજકોટ : ગર્ભવતી હોવા છતાં ASI નસરીન બેલીમ ખડેપગે બજાવે છે ફરજ

રાજકોટ : ગર્ભવતી હોવા છતાં ASI નસરીન બેલીમ ખડેપગે બજાવે છે ફરજ
X

કોરોના વાયરસના કારણે લોક ડાઉન દરમિયાન પોલીસનો સેવાભાવી અને ફરજ નિષ્ઠ ચહેરો સામે આવી રહયો છે. રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ASI ગર્ભવતી હોવા છતાં તેમની ફરજ બજાવી રહયાં છે.

રાજકોટમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. રાજકોટમાં તમને એક ગર્ભવતી મહિલા પોલીસ અધિકારી પણ ફરજ બજાવી રહયાં છે અને તેમનું નામ છે નસરીન બેલીમ….નસરીન રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. નસરીનના પેટમાં છ વર્ષનો ગર્ભ રહેલો છે.મહિલા પોલીસ મથકે અરજદાર પોતાની રજૂઆત લઈને આવતા હોય છે ત્યારે તેમની રજૂઆતને સાંભળવાની અને તેમને ન્યાય અપાવવા સુધીની જવાબદારી તેઓ નિભાવી રહયાં છે.

કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં નસરીને જણાવ્યું હતું કે ગત 19મી માર્ચના રોજ રાજકોટમાં પ્રથમ કોરોના વાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો હતો. શહેરમાં પોઝિટિવ કેસ નોંધાતા મારા પરિવારજનો પણ ખૂબ ચિંતામાં મુકાયા હતા. તો સાથે જ તેઓના મનમાં પણ એક ડર સતાવતો હતો કે ક્યાંક મને પણ બહાર નીકળતા કોરોના વાયરસ નો ચેપ લાગી જાય. તો સાથે જ જો મને ચેપ લાગશે તો મારા ગર્ભમાં રહેલ બાળક નું શું થશે. ત્યારે મારા પરિવારજનોએ પણ મને કહ્યું હતું કે તું રજા પર ઊતરી જા તેમજ જો પોલીસ ખાતા દ્વારા રજા ન આપવામાં આવે તો કપાત પગાર ની પણ તું રજા મૂકી દે પરંતુ મેં મારા પરિવારજનોને કહ્યું હતું કે મારા માટે ફરજ પહેલા અને મારી જાત બાદમાં આવે છે.

કનેક્ટ ગુજરાત સલામ કરે છે આવી કોરોના વોરિયરને… ધન્ય છે એ માતા કે જેમણ નસરીન જેવી દીકરીને જન્મ આપ્યો છે. તો સાથોસાથ નસરીન આવનારું બાળક પણ તેની માતા પર ગર્વ કરશે કે કઈ પરિસ્થિતિમાં પણ તેની માતાએ પોતાની ફરજને પહેલું પ્રાધાન્ય આપ્યું હતું.

Next Story