Connect Gujarat
Featured

રાજકોટ : 3 માસના માસુમ ધૈર્યરાજસિંહ રાઠોડને બચાવવા રીબડાના રાજદીપ સિંહ જાડેજા આવ્યા મેદાને, 4.5 કરોડ નું દાન થયું એકત્ર

રાજકોટ : 3 માસના માસુમ ધૈર્યરાજસિંહ રાઠોડને બચાવવા રીબડાના રાજદીપ સિંહ જાડેજા આવ્યા મેદાને, 4.5 કરોડ નું દાન થયું એકત્ર
X

મહીસાગરના ત્રણ મહિનાના માસુમ બાળક ધૈર્યરાજ સિંહ રાઠોડને બચાવવા માટે મીડિયા જગત દ્વારા સતત મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ધૈર્યરાજને બચાવવા માટે 22 કરોડ રૂપિયાના ઇન્જેક્શન ની જરૂર છે. તે અંતર્ગત અત્યાર સુધી સાડા ચાર કરોડ રૂપિયા એકત્રિત થઇ ગયા છે.

માસૂમ બાળક ધૈર્યરાજસિંહ રાઠોડને બચાવવા માટે મીડિયા દ્વારા આઠમી માર્ચથી સતત મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ધૈર્યરાજને બચાવવા માટે 22 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે. ૮મી માર્ચના રોજ ધૈર્યરાજ સિંહ રાઠોડના માતા-પિતા તેમના પુત્રને લઈ રાજદીપસિંહ રીબડાને ત્યાં મળવા ગયા હતા. આ સમયે રાજદીપસિંહ દ્વારા ધૈર્ય રાજસિંહને મદદની અપીલ કરતો હોય તે પ્રકારનો એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો.

જે વીડિયોમાં રાજદીપસિંહ રીબડા એ જણાવ્યું હતું કે, ધૈર્યરાજસિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. તે બીમારી માટે નું ઇન્જેક્શન ભારતમાં ઉપલબધ્ધ નથી ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવાર ને 22 કરોડ રૂપિયા જેટલી રકમ ની જરૂર છે. આ પૈકી 6 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા માફ કરવામાં આવ્યા છે ત્યારે 16 કરોડ રૂપિયા એકઠા કરવા સતત મુહિમ ચલાવવામાં આવી રહી છે.હાલ સુધી બાળકના પરિવાર પાસે સાડા ચાર કરોડ રૂપિયા એકઠા થયા છે ત્યારે વધુમાં વધુ લોકો દાન કરે એવી અપીલ કરવામાં આવી છે.

Next Story