Connect Gujarat
ગુજરાત

રાજકોટ : રૂ. 1.45 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ, તો બોટલના ખાલી ખોખામાં પણ ચાંપી આગ

રાજકોટ : રૂ. 1.45 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ, તો બોટલના ખાલી ખોખામાં પણ ચાંપી આગ
X

રાજકોટ જિલ્લામાં ગોંડલ

પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રૂપિયા 1.45 કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી તેના ખાલી

ખોખાઓમાં પણ આગ ચાંપવામાં આવી હતી.

ગોંડલ સિટી અને તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશનના અલગ

અલગ 113 જેટલા ગુન્હાઓ નોંધાવવા

પામ્યા છે. જે અંતર્ગત 44292 નંગ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી. જેની કિંમત રૂપિયા 1.45.49.272 કરોડ જેટલી થઈ હતી. જે

તમામ વિદેશી દારૂની બોટલના

જથ્થાનો શહેરના વોરાકોટડા નજીક બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. તો સાથે જ વિદેશી દારૂની બોટલના ખાલી ખોખામાં આગ પણ ચાંપી દેવામાં આવી હતી.

વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા સમયે

ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તેમજ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Next Story