Connect Gujarat
ગુજરાત

રાજકોટ: અનોખા સમૂહ લગ્ન, ઉદ્યોગપતિ પોતે પરણ્યા સમૂહલગ્નમાં

રાજકોટ:  અનોખા સમૂહ લગ્ન, ઉદ્યોગપતિ પોતે પરણ્યા સમૂહલગ્નમાં
X

આજના સમયે દરેક સુખી સંપન્ન પરિવારના લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન માટે લખલૂંટ ખર્ચ કરતા હોય છે. ત્યારે રાજકોટમાં આજે યોજાયેલા લગ્ન સમાજ માટે પ્રેરણાદાયક બન્યા છે. જે.એમ.જે ગ્રૂપના સ્થાપક અને ઉદ્યોગપતિ મયૂરધ્વજસિંહ જાડેજા પોતાના લગ્ન પણ સાદાઈથી આ જ સમૂહલગ્નમાં કર્યા અને 86 ગરીબ પરિવારની દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા.

તમામ

દીકરીઓને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુનો કરિયાવર ભેટમાં આપવામાં આવી છે. લગ્ન

સહિત તમામ પ્રકારનો ખર્ચ તેઓએ એકલા હાથે ઉપાડ્યો છે. પોતાના લગ્ન માત્ર પરિવાર માટે જ નહીં સમાજ માટે યાદગાર

બની રહે તે માટે આ યુવાને સમૂહલગ્નમાં જ પોતાના લગ્ન કર્યા હતા. સમૂહલગ્નમાં હિંદુ

યુવક યુવતી લગ્નગ્રંથિથી અને મુસ્લિમ સમાજની દીકરીના નિકાહ પઢાવવામાં આવ્યા હતા.

જે

ગરીબ પરિવાર દીકરીના લગ્ન માટે રૂ.10 હજાર પણ ખર્ચી શકે એમ નથી તેવા

પરિવારને મયૂરધ્વજસિંહે જાતે શોધ્યા છે. આ માટે કુલ બે માસનો સમય કાઢ્યો હતો. આવા

પરિવારને તેઓ રૂબરૂ મળ્યા અને તેના પરિવારની આર્થિક સ્થિતી કેવી છે તેની માહિતી

મેળવી હતી.

મયૂરધ્વજસિંહ

જાડેજા જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે પોતાના લગ્ન ધામધૂમથી કરશે તેવો વિચાર

તેમણે કર્યો હતો, પંરતુ આજથી 5 વર્ષ પહેલા જ્યારે તેઓ પોરબંદર એક સમૂહલગ્નમાં ગયા

ત્યારે તેમના વિચારમાં પરિવર્તન આવ્યું. ત્યાં ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમાં

ખુશી મળે છે અને તેઓને આજીવન આર્થિક રીતે મદદરૂપ બની શકાય છે. આ બધુ જોયા બાદ

નક્કી કર્યું કે, પોતાના લગ્ન સાદાઇથી કરશે અને ગરીબ પરિવારની દીકરીના

લગ્ન ધામધૂમથી કરાવશે. મયૂરધ્વજસિંહએ આ વાત પોતાની વાગ્દત્તાને કરી હતી. ત્યારે

તેમણે પણ સંમતિ આપી હતી અને આ નિર્ણયને હર્ષભેર આવકાર્યો હતો. પોતાની રીતે બનતી

તમામ પ્રકારની મદદ કરવાની પણ તેમણે ખાતરી આપી હતી.

સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં જાન સામૈયું, મહેમાનોનું સન્માન, સંતો-મહંતોના આશિર્વચન અને ભોજન સમારંભના પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. તેમજ 10 હજારથી વધુ લોકોએ આ સમૂહલગ્ન

માણ્યા હતા. દરેક દીકરીને કરિયાવરની ભેટ અપાવામાં આવી હતી.

Next Story