Connect Gujarat
Featured

રાજકોટ : ભાજપના આગેવાનના પુત્રએ બે મિત્રો સાથે મળી યુવતી સાથે આચર્યું સામુહિક દુષ્કર્મ

રાજકોટ : ભાજપના આગેવાનના પુત્રએ બે મિત્રો સાથે મળી યુવતી સાથે આચર્યું સામુહિક દુષ્કર્મ
X

રાજય સરકાર બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ રાજયમાં બેટીઓ જ સલામત રહી નથી. રાજકોટ ભાજપના આગેવાનના પુત્રએ રીવોલ્વરની અણીએ યુવતીનું અપહરણ કરી તેના બે મિત્રો સાથે મળી સામુહિક દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

રાજકોટ જિલ્લામાં રામોદ ગામે એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણી અને રામોદ ગામના સરપંચ જેન્તીભાઇના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ગ્રામ્ય એસપી બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, રામોદ ગામની એક યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ અમિત પાડળિયાએ ચાલુ કારમાં રિવોલ્વરની અણીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો બાદમાં તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક યુવતી સાથે શરીર સંબંધ બાધી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

સામૂહિક દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા હાલ ગોંડલની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા પીડિતાની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી છે તો સાથે જ પીડિતાનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી કક્ષાના મહિલા અધિકારી કરી રહ્યા છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે દુષ્કર્મની વાત તે કોઈને પણ કહેશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.

Next Story