Top
Connect Gujarat

રાજકોટ : સરદાર ભવન ખાતે યોજાશે અલ્પેશ કથિરીયાની મુક્તિ મામલે બેઠક, પાસ દ્વારા કલેકટરને આપવામા આવ્યુ આવેદન

રાજકોટ : સરદાર ભવન ખાતે યોજાશે અલ્પેશ કથિરીયાની મુક્તિ મામલે બેઠક, પાસ દ્વારા કલેકટરને આપવામા આવ્યુ આવેદન
X

  • આજરોજ ખોડલધામના સરદાર ભવન ખાતે બેઠક મળવાની
  • બેઠક પહેલા રાજકોટ કલેકટરને રેલી કાઢી આવેદન પત્ર પાઠવવામા આવ્યું
  • પાસ ટીમના દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવિયા, બ્રિજેસ પટેલ અને હેમાંગ પટેલ હાજર રહ્યા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાની જેલ મુક્તિ મામલે આજરોજ ખોડલધામના સરદાર ભવન ખાતે બેઠક મળવાની છે. જેમા ખોડલધામના અગ્રણી, ઉમિયાધામના અગ્રણી, પાસ ટીમના સભ્યો દિનેશ બાંભણીયા અને કોંગ્રેસના હાર્દિક પટેલ હાજરી આપશે.

ત્યારે બેઠક પહેલા રાજકોટ કલેકટરને રેલી કાઢી આવેદન પત્ર પાઠવવામા આવ્યુ હતું. પાસ ટીમના દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવિયા, બ્રિજેસ પટેલ અને હેમાંગ પટેલ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજરોજ સરદાર ભવન ખાતે બેઠક મળ્યા બાદ ઉંઝામા ઉમિયાધામ ખાતે પણ અલ્પેશ કથિરીયાની મુક્તિ મામલે બેઠક મળશે. ત્યારે બેઠકમા કોઈ ઉકેલ આવશે કે કેમ તે જોવુ રહ્યું.

Next Story
Share it