Connect Gujarat
ગુજરાત

આવતીકાલથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળાનો પ્રારંભ , 1451પોલીસ કર્મીઓ રહેશે તૈનાત

આવતીકાલથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળાનો પ્રારંભ , 1451પોલીસ કર્મીઓ રહેશે તૈનાત
X

રાજકોટમાં યોજાનાર મલ્હાર લોકમેળા માટે 78 અધિકારીઓના સુપરવિઝન નીચે 1373 કર્મચારીઓ સહીત 1451 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મેળાનો પ્રારંભ કરાવવામાં આવશે.

આ મેળામાં લોકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા કરાયેલ બંદોબસ્તની વ્યવસ્થા અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે તારીખ 22થી 26 સુધી લોકમેળામાં 78 અધિકારીઓના સુપરવિઝન હેઠળ 1373 કર્મચારીઓ ખડેપગે રહેશે. કુલ 1451 જવાનોનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રહેશે. મેળામાં આવતા લોકો પાસે રહેલ સામાનનું 1 નંબરના ગેટ ઉપર સ્કેનર દ્વારા ચેકીંગ કરવામાં આવશે ખિસ્સાકાતરુઓને ઝડપી પાડવા અલગથી ટીમની રચના કરવામાં આવી છે.લોકમેળામાં પોલીસ દ્વારા બે સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં વેપન સહિતની વસ્તુઓ ડિસ્પ્લેમાં રાખવામાં આવશે. વિવિધ રાઈડસમાં પાંચ સભ્યોની કમિટી દ્વારા ચકાસણી કર્યા બાદ જ રાઇડ્સ ચાલુ કરવા મંજૂરી આપવામાં આવશે.આ લોકમેળામાં 4G-LTE નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ સિસ્ટમ સિંગાપોર અથવા હોંગકોંગથી આવનાર છે. મેળામાં વિખુટા પડનારા બાળકો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story