Connect Gujarat
ગુજરાત

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે કરી એવી માંગણી કે સસ્પેન્ડ કરી દેવાયા, જુઓ શું છે ઘટના

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે કરી એવી માંગણી કે સસ્પેન્ડ કરી દેવાયા, જુઓ શું છે ઘટના
X

સૌરાષ્ટ્ર

યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ

થઈ હતી. જેમાં તેઓ એક યુવતીને PhD કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી

શરીર સુખની માંગ કરી રહયાં હોવાનું સંભળાય રહયું છે. ઓડીયો કલીપ વાઇરલ થતાં તેમને

સસ્પેન્ડ કરી તેમની ઓફિસને સીલ કરી દેવાઇ છે.

અગાઉ

યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ

ડીસમીસ થઇ ચૂક્યા છે. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશી આવા જ

પ્રકરણને કારણે તાજેતરમાં FSL વોઇસ

ટેસ્ટીંગ માટે તે હાજર પણ ન રહ્યા. આ વિવાદોની વચ્ચે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ

ડૉ. ઝાલાની ઓડીયો કલીપ વાઇરલ થઇ છે. તેમણે નશાની હાલતમાં છાત્રા પાસે શરીરસુખની

માંગણી કરી હોવાનું કથિત ઓડીયો કલીપમાં સંભળાઇ રહયું છે. ઘટના બાદ ડૉ. હરેશ ઝાલા

ભુર્ગભમાં ઉતરી ગયાં છે.

અગાઉ પણ ડૉ. હરેશ ઝાલા દારૂના કિસ્સામાં વિવાદમાં આવી ચુકયાં છે અને તેમની ચેમ્બરમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ કેસમાં તેમને સસ્પેન્ડ કરી દેવાયાં હતાં. ઓડીયો કલીપ વાઇરલ થયાં બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. કમિટીના ચેરમેન પ્રફુલાબેન રાવલે જણાવ્યું હતું કે,

બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે. ઓડિયોક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. જો ફરિયાદ આવશે તો અમે આગળ કાર્યવાહી કરીશું. હાલ તો ડૉ.ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમની ઓફિસ પણ સીલ કરી દેવાય છે.

Next Story