રાજકોટઃ સ્કુલવાન અને ટ્રક વચ્ચે અકસ્માત, પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

New Update
રાજકોટઃ સ્કુલવાન અને ટ્રક વચ્ચે અકસ્માત, પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

સુલતાનપુર નજીક થયેલા અકસ્માતનાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

ગોંડલનાં સુલતાનપુરથી ધડશીયા જતા માર્ગ પર વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલવાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વાનચાલક શિક્ષક સહિત પાંચ જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં. અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. ગોંડલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના સુરતાનપુરા ગામમાં નાલંદા વિદ્યાલય આવેલી છે. વિદ્યાલયમાં આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળામાં આવે છે. શાળા છુટી ગયા બાદ વાનચાલક શિક્ષક સાથે વિદ્યાર્થીઓ વાનમાં બેસી ઘરે જઈ રહ્યા હતાં. સુલતાનપુરાના ધુડશીયા જતા માર્ગ પર સ્કુલવાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે વાનમાં સવાર પાંચ જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ગોંડલની ખાનગી હોસ્પિટલાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના બનાવની જાણ ગોંડલ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories