રાજકોટ: “ઉતરાયણનો રંગ સેલિબ્રિટીઓને સંગ” જુઓ ગુજરાતી કલાકારોએ કઈ રીતે કરી ઉજવણી

0
101

નવા વર્ષની શરૂઆત થતાં જ પતંગરસિકો 14મી જાન્યુઆરીની આતુરતા પૂર્વક રાહ જોતાં હોય છે. અને મકરસંક્રાંતિના દિવસે વિવિધ રીતે ઉજવણી કરતાં હોય છે. ત્યારે આજે પતંગ ઉડાવવાની મોજ ગુજરાતી કલાકારોએ પણ માણી હતી.

આજે ૧૪મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિનો તહેવાર. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ લોકો પોતાના ધાબે પતંગ ચગાવવા ચડી ચૂક્યા છે. ત્યારે ઉતરાયણના તહેવારની ઉજવણી સેલિબ્રિટીઓ પણ કરી રહ્યા છે. ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ પોતાના પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો સાથે ઉતરાયણની મોજ માણી હતી. 

ઉત્તરાયણના તહેવારને લીધે આજે વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોથી રંગોળી બનાવી હોય તે પ્રકારનું દ્રશ્ય સર્જાયું હતું. કોઈ જગ્યાએ કાયપો છે તો કોઈ જગ્યાએ લપેટ લપેટની ચિચિયારીઓ સાંભળવા મળી હતી. ત્યારે ગુજરાતના જાણીતા ભજનીક એવા હેમંત ચૌહાણે પણ પરિવારજનો સાથે પતંગ ઉડાડી, ચીકી તેમજ તલના લાડુ ખાય ઉત્તરાયણની મજા માણી હતી. 

જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ પતંગ રસિકો 14મી જાન્યુઆરીની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આજે ઉત્તરાયણના તહેવારના દિવસે વહેલી સવારથી જ પતંગ રસિકો પોતાના ઘરના ધાબે ચડી એકબીજાની પતંગો કાપી ઉત્તરાયણની મજા લૂંટી હતી. ત્યારે કલાકારો પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણતા નજરે પડ્યા હતા. જાણીતા ભજનિક એવા પુનમબેન ગોંડલીયા એ પણ પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી રાસ ગરબાના તાલે ઝૂમી ઉત્તરાયણની મજા માણી હતી.Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here